નીચે આપેલા મોબાઇલ નંબરો પરથી કરતો હતો અશ્લિલ મેસેજ
વીડિયો કોલ કરીને કરતો પરેશાન, પીડિતાના બાળકને પણ મોકલ્યાં ગંદા ફોટો
ફેસબુક મેસેન્જર અને વ્હોટ્સએપ હિસ્ટ્રી પરથી ખુલશે વધુ રહસ્યો
અન્ય યુવતીઓને મેસેજ મોકલ્યાં હશે તો તે પણ આવશે સામે
આરોપી પાસેથી 8 સીમકાર્ડ અને લેપટોપ કરાયું જપ્ત
અમદાવાદ, મોડાસાઃ ડે.કલેક્ટરના પદ પર રહીને રૌફ જમાવીને ગમે તેને પોતાના વશમાં કરવાની જીદ મોંઘી પડી ગઇ છે, મોડાસાના પ્રાંત અધિકારી મયંક ચૌધરી પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીરસિંદ, સાઇબર સેલના પીઆઇ બી.કે.ગમાર, પીએસઆઇ એચ.એન.વાઘેલા સહિતના અધિકારીઓને આ કેસમાં મહત્વના પુરાવા હાથ લાગી ગયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જુદા જુદા 8 મોબાઇલ નંબરો પરથી મહિલા અધિકારીની હેરાનગતિ કરતો હતો, તેમને બિભત્સ મેસેજ, ફોટો મોકલતો હતો, અને તેઓ વાત કરવાની ના પાડતા તો મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતો હતો, મહિલા અધિકારીને વીડિયો કોલ પર વાત કરવા મજબૂર કરતો હતો, એટલું જ નહીં મહિલાના સસરા અને પરિવારના અન્ય લોકોને પણ ધમકાવતો હતો. આરોપીએ ફરિયાદીના બાળકને પણ અશ્લિલ ફોટો મોકલ્યાં હોવાના પુરાવા હાથ લાગ્યા છે.
મયંક પાસેથી પકડાયેલા ફોનમાંથી વ્હોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાની હિસ્ટ્રી મળી આવી છે, જેમાં મહિલા અધિકારીએ જે આક્ષેપો કર્યાં છે તે તમામ મેસેજ સાયબર ક્રાઇમને હાથ લાગ્યા છે. જેમા બિભત્સ ફોટો અને ગંદા મેસેજ પણ છે, જેથી આરોપી સામે આઇપીસી 354 ડી, 500, 506(2), 509 તથા આઇટી એક્ટ 66(ઇ), 67, 67(એ) મુજબ ગુનો દાખલ કરાયો છે, તેની ધરપકડ કરી લેવાઇ છે.
મૂળ શિહોરા ગામનો રહેવાસી આરોપી જ્યારે કપડવંજમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો,ત્યારે આ મહિલા અધિકારી તેના સંપર્કમાં આવ્યાં હતા, બાદમાં બંને વચ્ચે પારિવારીક સંબંધો બન્યાં હતા, મીટિંગોમાં મળવાનું થતુ હતુ, પરંતુ મહિલા અધિકારીને આ શખ્સના ઇરાદા બાદમાં ખબર પડ્યાં, આરોપી મયંક મોડાસામાં પ્રાંત અધિકારી તરીકે હાજર થયો હતો, ત્યાર પછી પણ તેને આ કરતૂત ચાલુ રાખી હતી.એક તરફી પ્રેમમાં પાગલ મયંકે ના કરવાનું કરીને મહિલા અધિકારી અને તેના પરિવારને હેરાન પરેશાન કરી મુક્યાં હતા, ઓફિસના કામ પર ધ્યાન આપવાની જગ્યાએ સરકારી ઓફિસમાં જ બેસીને મોટાભાગનો સમય મહિલા અધિકારીની પજવણીમાં પસાર કરતો હતો.
આ અધિકારીએ જો અન્ય યુવતીઓની પજવણી કરી હશે તો તે પણ સાઇબર ક્રાઇમની તપાસમાં ટૂંક સમયમાં જ સામે આવશે. હાલમાં તેની ધરપકડ કરી લેવાઇ છે, સાઇબર ક્રાઇમ જુદા જુદા મોબાઇલ નંબરો અને સોશિયલ મીડિયા મેસેન્જરના વધુ પુરાવા ભેગા કરવામાં લાગી છે.
આ મોબાઇલ નંબરો પરથી અશ્લિલ મેસેજ અને કોલ કરીને કરાતી હતી પજવણી
-8849316084
-9313873577
-7285062594
-7567069072
-7490804525
-9978405348
-9265072517
-8401718384
-8320257632
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08