દારૂનું વેચાણ કરનારાઓની લાઇસન્સ ફી માફ કરવાથી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એક વખત દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ EDની ટીમે દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યાં છે.આ દરોડા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી-એનસીઆરના નેલ્લોરના દારૂ વિક્રેતાઓ, વિતરકો અને સપ્લાય ચેઇન નેટવર્કના પરિસર પર પાડવામાં આવ્યાં છે. અગાઉ, કેન્દ્રીય તપાસ એજન્સીએ 6 સપ્ટેમ્બરે દેશભરમાં લગભગ 45 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસી સવાલોના ઘેરામાં છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરની તપાસ કરી હતી, જો કે સીબીઆઇને કંઇ હાથ લાગ્યું નથી.
આ હતો કેસ ?
એલજીએ દિલ્હીના સચિવના રિપોર્ટને આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ રિપોર્ટ 8 જુલાઈએ મોકલવામાં આવ્યો હતો. જેમાં ગત વર્ષે લાગુ કરાયેલી એક્સાઈઝ પોલિસી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતા.એક્સાઇઝ પોલિસી (2021-22) બનાવવા અને અમલમાં લાવવામાં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને પોલિસીના અમલીકરણમાં ગંભીર ક્ષતિ હોવાના આક્ષેપો છે. આમાં, અન્ય બાબતોની સાથે, ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલા વિક્રેતાઓને ટેન્ડર પછીના લાભોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે દારૂનું વેચાણ કરનારાઓની લાઇસન્સ ફી માફ કરવાથી દિલ્હી સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ આ જોગવાઈઓની અવગણના કરી છે. અને આમ આદમી પાર્ટી, કેજરીવાલે ફાયદો મેળવ્યો હોવાની ચર્ચાઓ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32