Sat,16 November 2024,4:06 am
Print
header

આટલા રૂપિયા જોઇને તમે ચોંકી જશો, IAS અધિકારીના ઘરે- અન્ય સ્થળોએ EDની રેડ પછી પૈસા ગણવા મંગાવવા પડ્યાં મશિન- Gujarat post

ભ્રષ્ટ IAS અધિકારી પર સકંજો 

17 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી

PMLA ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યાં 

ઝારખંડઃ EDએ ખુંટી જિલ્લામાં દરોડા પાડીને કરોડો રૂપિયા ઝડપી પાડ્યાં છે, મનરેગા ફંડમાં રૂ.18 કરોડથી વધુની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ઝારખંડના ખાણ સચિવના ઘર સહિત અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. રાંચીમાં આઇએએસ અધિકારીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્થળેથી 17 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. શહેરમાં અન્ય જગ્યાથી રૂ.1.80 કરોડની રોકડ રિકવર કરવામાં આવી છે.

આ મામલો 2008થી 2011નો છે.એક અધિકારીએ જણાવ્યું કે, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કેટલાક અન્ય રાજ્યોમાં 18 જગ્યાઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈ હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. IAS અધિકારી અને ઝારખંડ સરકારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના સચિવ પૂજા સિંઘલ અને તેમના પૂર્વ પતિ તથા અન્ય સંબંધિત લોકોના ત્યાં આ કાર્યવાહી કરાઇ છે.

અગાઉ ખુંટી જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત હતા

અધિકારીઓ દ્વારા રાંચીની હોસ્પિટલ સહિત અન્ય કેટલીક જગ્યાઓ પર દરોડા પાડવામાં  આવ્યાં

પૂજા સિંઘલ 2000 બેચના IAS અધિકારી છે, તે અગાઉ ખુંટી જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત હતા. ઇડીના અધિકારીઓ દ્વારા રાંચીની હોસ્પિટલ સહિત અન્ય કેટલીક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

મની લોન્ડરિંગ કેસ કે જેમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે તે ઝારખંડના જુનિયર એન્જિનિયર રામ બિનોદ પ્રસાદ સિંહા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા PMLA હેઠળ નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે. PMLA હેઠળ કેસ નોંધાયા બાદ 17 જૂન 2020 ના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર-24 પરગણા જિલ્લામાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રામ બિનોદ પ્રસાદ સિંહાની ધરપકડ કરવામાં આવી હતી. હવે આઇએએસ અધિકારીના પૂર્વ પતિની હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch