Fri,15 November 2024,7:52 pm
Print
header

બેડ નીચે છુપાવ્યાં હતા રૂપિયા, મોબાઈલ ગેમ ફ્રોડ કેસમાં ED એ કુલ 17 કરોડ રૂપિયા જપ્ત કર્યાં- Gujarat post

આઠ કલાકની કાર્યવાહીમાં કરોડોની રોકડ જપ્ત

મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોના ખાતામાંથી પૈસા ડાયવર્ટ કરવામાં આવ્યાં હતા

કોલકત્તાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા દરમિયાન કોલકત્તામાંથી મોટી રોકડ મળી છે.અહીં એક વેપારી પર EDના દરોડામાં કુલ 17 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યાં છે. મોબાઈલ ગેમ એપ ફ્રોડ કેસમાં ઈડીએ 6 ડગ્યાએ દરોડા પાડ્યા છે. આઠ કલાકની કાર્યવાહીમાં કુલ 17 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. કેટલીક રકમ બેડ નીચે સંતાડવામાં આવી હતી. દરોડા અમીર નામના વ્યક્તિના સ્થળ પર પાડવામાં આવ્યાં છે.મોબાઈલ ગેમિંગ એપ દ્વારા લોકોના ખાતામાંથી પૈસા ડાયવર્ટ કરવામાં આવ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ગેમ એપ ફ્રોડનો મામલો બે વર્ષ પહેલાનો જણાવવામાં આવી રહ્યો છે. આ અંગે EDને ફરિયાદ કરવામાં આવી હતી.

EDએ ગેમિંગ એપના સંચાલકોના 6 સ્થળો પર કાર્યવાહી કરી છે. EDની ટીમો શનિવારે સવારે દરોડાની કાર્યવાહી માટે સોલ્ટ લેક એજન્સીની કેન્દ્ર સરકારની ઓફિસ પરિસરમાંથી નીકળી હતી. કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો પણ ટીમ સાથે હતા. રોકડમાં 500 થી 2000ની નોટો મળી છે. હજુ આ કેસમાં અનેક લોકો સામે ઇડી કાર્યવાહી કરી રહી છે, આ એક મોટું કૌભાંડ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch