Sat,16 November 2024,1:43 am
Print
header

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDની નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો ? Gujarat Post

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું 

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ કેસને લઈને આ નોટિસ જારી કરવામાં આવી છે

સોનિયા અને રાહુલ 8મી જૂને પૂછપરછ માટે EDના અધિકારીઓ સામે હાજર થઈ શકે છે

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ બંને નેતાઓને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ બંને નેતાઓને નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. EDએ સોનિયા અને રાહુલને 8 જૂને સમન્સ પાઠવ્યાં છે.આ કેસમાં ઈડીએ એપ્રિલમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેને સામેલ કર્યાં હતા. વર્ષ 2014માં સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર પર 55 કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો.

EDની નોટિસ થયા બાદ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ તાનાશાહ ભાજપ સરકાર બદલો લઈ રહી છે. મોદી સરકાર બદલાની ભાવનામાં આંધળી બની ગઈ છે. બ્રિટિશ શાસનને જડમૂળથી ઉખેડવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વર્ષ 1937માં નેશનલ હેરાલ્ડ અખબાર બહાર પાડ્યું હતું. અંગ્રેજોને આ અખબારથી એટલો ખતરો લાગ્યો કે તેઓએ ભારત છોડો ચળવળ દરમિયાન 1942માં નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો.આજે ફરી આઝાદીની ચળવળના આ અવાજને દબાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, જેના વડા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને તેનું શસ્ત્ર ED છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડનો આરોપ બનાવટી, કાલ્પનિક અને રમુજી છે. દરેક રાજકીય વિરોધીઓ પર શાસક પક્ષ દ્વારા વેરની ભાવનાથી હુમલો કરવામાં આવે છે. 2014 થી કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. 7 વર્ષ પછી ED ને વચ્ચે લાવવામાં આવી છે. જ્યાં પૈસાની લેવડ-દેવડ નથી ત્યાં મની લોન્ડરિંગ કેવી રીતે થયું ? યંગ ઈન્ડિયામાં જે પણ પૈસા આવ્યાં તે કોઈ બહારના વ્યક્તિને આપવામાં આવ્યાં ન હતા. પૈસા ન આપ્યા તો મની લોન્ડરિંગ કેવી રીતે થયું. 2014માં ED માં આ કેસ બંધ કરવામાં આવ્યો હતો, હવે 7 વર્ષ બાદ તેઓ સમન્સ આપી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકાળી અધ્યક્ષા હાજર થશે, રાહુલ ગાંધી દિલ્હીમાં હશે તો તેઓ પણ જશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch