Mon,18 November 2024,6:19 am
Print
header

ધો- 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, પરીક્ષા ફરજિયાત- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા  ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું આયોજન શાળાએથી કરવા માટેની જરૂરી સૂચનાઓ મોકલવામાં આવી છે. શિક્ષણ વિભાગે પરિપત્રમાં જણાવ્યું કે, ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા તારીખ 19/3/2021 થી તારીખ 27/3/2021 દરમિયાન લેવામાં આવવાની છે. આ પરીક્ષાના ગુણ આંતરિક મૂલ્યાંકનમાં તેમજ વર્ગ બઢતી માટે ગણતરીમાં લેવાના હોય છે. જેથી આ પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં હોવાથી શાળાના આચાર્યો તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા અંગેની યોગ્ય સમજ આપવામાં આવે તે જરૂરી છે.

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના 80 માર્ક્સના રહેશે. પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સ રહેશે. તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે. કોરોનાના કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું. હવે તબક્કાવાર શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું છે, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પરીક્ષાનું પણ પ્લાનિંગ જાહેર કરી દીધું હતું. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે, વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.

આ સાથે જ પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, કોરોનાને કારણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે.જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો તે કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે. જો કોઇ શાળા પણ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી હોય તો તે શાળાનો વિસ્તાર પણ જ્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે પરીક્ષાનું આયોજન જે-તે શાળા કક્ષાએથી જ ગોઠવવાનું રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch