Sun,17 November 2024,12:33 am
Print
header

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધી માંગ, ફેસ્ટિવ સીઝનમાં વેચાણમાં આવ્યો જોરદાર ઉછાળો

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં 

(Demo Pic)

અમદાવાદઃ ઈંધણની ઊંચી કિંમત અને તેની સાથે વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ઈલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. દેશના અનેક શહેરો ઈલેક્ટ્રિક વાહનોના ટ્રેન્ડમાં મોખરે બની રહ્યાં છે. જે પ્રદુષણમુક્ત શહેરોની સરકારની યોજનાઓને પુરી કરશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જસ્ટ ડાયલ કન્ઝ્યૂમર ઈન્સાઈટ્સ મુજબ ઈ સ્કૂટરની માંગ વાર્ષિક આધારે 220.7 ટકા વધી છે. ઈ-કારની માંગ 132.4 ટકા, ઈ-મોટરસાઈકલની માંગ 115.3 ટકા, ઈ સાઈકલની માંગ 66.8 ટકા વધી છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં ઈ-સ્કૂટરની માંગ સૌથી વધારે છે. જે બાદ અમદાવાદ, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ, કોલકાતાનો નંબર આવે છે. ઈલેક્ટ્રિક કારની માંગ મામલે ટોચના ત્રણ શહેરોમાં મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુનો સમાવેશ થાય છે. બાદમાં હૈદરાબાદ, પૂણે, ચેન્નઈ, અમદાવાદ અને કોલકત્તાનો નંબર આવે છે.

ગુજરાતમાં પણ લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહ્યાં છે. ઓક્ટોબર 2020માં માત્ર 149 યુનિટ વેચાયા હતા, જે ચાલુ વર્ષે સમાનગાળામાં 10 ગણા વધીને 1621 યુનિટ થયું છે, તેમ ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએસનના (FADA) ડેટામાં જણાવાયું છે. આ યુનિટમાં કાર, ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સનો પણ સમાવેશ થાય છે.

FADAના ડેટા મુજબ નવરાત્રિ-દિવાળી ફેસ્ટાઇવ સિઝન દરમિયાન ગુજરાતમાં 2471 ઈલેક્ટ્રિક વાહનનું વેચાણ થયું હતું, ગત વર્ષે ફેસ્ટિવ સીઝનમાં 247 યુનિટનું વેચાણ થયું હતું. આમ આ વર્ષે ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં જોરદાર વધારો થયો છે. ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબ્સિડીને કારણે પણ લોકો ધીમે ધીમે આ તરફ ઢળી રહ્યાં છે. છેલ્લા છ મહિનામાં સીએનજી, પેટ્રોલ અને ડીઝલમાં થયેલા કમરતોડ વધારાને કારણે પણ લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ તરફ નજર કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch