Sat,16 November 2024,6:14 am
Print
header

ટ્વીટર હવે ફ્રી નહીં.. એલોન મસ્કે કરી મોટી જાહેરાત, આ યુઝર્સે ચૂકવવા પડશે રૂપિયા- Gujarat Post

ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ વપરાશકર્તાઓ માટે મફત રહેશે- મસ્ક 

અમેરિકાઃ વિશ્વના સૌથી અમીર અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર ખરીદ્યું છે, હવે તેમની નજર આ લોકપ્રિય સોશિયલ સાઈટ પરથી કમાણી પર છે. એક ટ્વીટમાં જણાવ્યું કે તે કયા યુઝર્સ પાસેથી પૈસા લેશે, એલોન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી સતત ચર્ચામાં છે. આ બધાની વચ્ચે તેમને સંકેત આપ્યાં છે કે આવનારા સમયમાં ટ્વિટરનો ફ્રીમાં ઉપયોગ નહીં થાય. તેનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. 

મસ્કે સ્પષ્ટ કર્યું કે "ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ વપરાશકર્તાઓ માટે મફત રહેશે. પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સ માટે તેઓએ નાની કિંમત ચૂકવવી પડી શકે છે.  એલોન મસ્કે મંગળવારે ન્યૂયોર્કમાં મેટ ગાલામાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે ટ્વિટરની સફળતામાં મહત્વપૂર્ણ પગલું એ હશે કે, તેના વપરાશકર્તાઓને હજુ વધારે ફ્યૂચર મળશે. હું ઈચ્છું છું કે અમેરિકાનો મોટો હિસ્સો ટ્વિટર પર રહે અને સંવાદમાં વ્યસ્ત રહે. ટ્વિટરના રિપોર્ટ અનુસાર અમેરિકામાં તેના લગભગ 40 મિલિયન ડેઈલી એક્ટિવ યુઝર્સ છે. એલોન મસ્ક ઈચ્છે છે કે યુ.એસ.માં વધુ વપરાશકર્તાઓ ટ્વિટરનો ઉપયોગ કરે.

એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં સોદો કર્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલન મસ્ક હવે કંપનીમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે CEO પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી હટાવી શકાય છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch