Sun,17 November 2024,7:14 am
Print
header

ડૉક્ટર પતિ અશ્લિલ વીડિયો જોઇને પત્ની પાસે તે રીતે શારીરિક સંબંધ બાંધવા કરતો હતો દબાણ..

પ્રતિકાત્મક ફોટો 

રાજકોટ: જેતપુરમાં પત્નીએ તેના ડૉક્ટર પતિ સામે ત્રાસ આપવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ડૉક્ટર પતિ સામે સનસનીખેજ આક્ષેપો કરાયા છે. પતિ મોબાઇલમાં અશ્લિલ વીડિયો જોઇને તે રીતે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને ના પાડતા પત્ની સાથે ઝઘડો કરીને તેને માર મારતો હતો. સાથે જ ક્લિનિક બનાવવા પૈસાની માગણી પણ કરતો હતો. પતિ અને સાસરિયાઓ પત્ની પર ત્રાસ ગુજારતા હતા.જેતપુર પોલીસમાં પત્નીએ ડૉ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યાં મુજબ યુવતી હાલ પિતાના ઘરે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યુવતીના લગ્ન જેતપુરના ડૉક્ટર સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા.લગ્ન બાદ બે મહિના યુવતીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં પતિ તેના મોબાઇલમાં બિભત્સ વીડિયો જોઇને તે પ્રમાણે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. તેમજ સાસુ કહેતી કે માતા-પિતાના ઘરેથી તું સોનાના દાગીના લઇ આવજે. તેમ કહીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. પત્નીએ કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch