Fri,01 November 2024,12:58 pm
Print
header

ચૂંટણીના માહોલ વચ્ચે જેતપુર તાલુકા ભાજપ પ્રમુખનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન આડે બે દિવસ જ છે બાકી

જેતપુરમાં ભાજપ માટે આવ્યાં દુખના સમાચાર

જેતપુરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 1 ડિસેમ્બરે મતદાન થશે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે.ત્યારે જેતપુરથી ભાજપ માટે માઠા સમાચાર આવ્યાં છે.

જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખનું મોડી રાત્રે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. વીરપુર (જલારામ) ખાતે રહેતા વેલજીભાઈ સરવૈયા ખાંટ સમાજના અગ્રણી નેતા હતાં. તેઓ નશાબંધી અને આબકારી ખાતા તેમજ પછાત નિગમના ડિરેકટર પદે રહી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાની ગઈકાલે રાત્રે યોજાયેલ સભામાં કરેલું સંબોધન તેનું છેલ્લું સંબોધન બની ગયું. વેલજીભાઈ સરવૈયાના નિધનથી ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, આજે જેતપુરમાં રેલી સહિતના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch