Thu,31 October 2024,3:23 pm
Print
header

તારા બાપ-દાદાનું કે તારું મે શું બગાડ્યું છે...? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરને ખખડાવી નાખ્યો

માપમાં રહેજે ભાઈ, તું કડીનો ધણી નથીઃ નીતિન પટેલ

ભાજપના જ કાર્યકર્તાને આપી ચીમકી

કડીઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકો વારંવાર ફોન કરીને કંઇ પણ પૂછતા હોવાના અનેક કિસ્સા છે, આ વખતે ભાજપના કાર્યકરે ફોન કર્યો તો નીતિન પટેલ તેની સામે બગડ્યાં હતા. આ વખતે કડી નગરપાલિકાના કોર્પોરેટર પારસ કણિકના વિવાદને લઇને રાકેશ પટેલ નામના કાર્યકર્તાને તેમને ખખડાવી નાખ્યો છે અને સવાલ કર્યો કે મે તારા બાપ-દાદાનું શું બગાડ્યું છે. હું મણિપુરનો છોકરો સમજીને તને બોલતો નથી, તું તારી મર્યાદામાં રહેજે, મને સલાહ આપવાની જરૂર નથી.

નીતિન પટેલે અગાઉ પારસની ટિકિટનો વિરોધ કર્યો હોવાની ચર્ચાઓ છે, જેના પર રાકેશે સવાલ કર્યાં હતા, નીતિન પટેલે કહ્યું કે તું લઠ્ઠા કુંટુંબનો છે અને તને તારા કુટુંબનો 35 વર્ષનો ઇતિહાસ કહીશ તો તારે ગામ છોડી દેવું પડશે. તેમને એમ પણ કહ્યું કે એલઆઇબી પાસે તારી માહિતી છે અને તને કોઇ તકલિફ છે તો સામે આવી જજે.

નીતિન પટેલ અને રાકેશ પટેલ વચ્ચેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, હાલમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch