Sat,21 September 2024,6:03 am
Print
header

આણંદના પૂર્વ કલેક્ટર ગઢવીનો વીડિયો વાઇરલ થયાનો કેસ, સરકારી બાબુઓ સામે ATS એ દાખલ કર્યો ગુનો

આઇટી એક્ટ અને રૂપિયા પડાવવાના ષડયંત્રનો ત્રણ વ્યક્તિઓ સામે આરોપ

જમીનની ફાઇલો ક્લિયર કરાવવાને લઇને રચાયું ષડયંત્ર

આણંદઃ પૂર્વ કલેક્ટર અને આઇએએસ અધિકારી ડી.એસ.ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં તેઓ ઓફિસમાં જ કોઇ મહિલા સાથે રંગરેલીયા મનાવી રહ્યાં હતા, આ વીડિયો સીએમઓ સુધી પહોંચતા ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે  આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, ગુજરાત એટીએસે આ ત્રણ લોકોની અટકાયત કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો ઉતારવા માટે કલેક્ટર ઓફિસમાં સ્પાય કેમેરા મુકવામાં આવ્યાં હતા, જેમાં એડિશનલ નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને ખાનગી વ્યક્તિ હરેશ ચાવડાની એટીએસે અટકાયત કરી છે, આ ત્રણેય સામે એટીએસ ફરિયાદી બની છે અને ગુનો દાખલ કર્યો છે.

ચર્ચાઇ રહ્યું છે કે કેતકી વ્યાસ અને ગઢવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેથી કેતકી વ્યાસે આ કેમેરા થોડા મહિનાઓ પહેલા જ અહીં ગોઠવ્યાં હતા અને તેઓ ગઢવીને ખુલ્લા પાડવા માંગતા હતા. આ કેસમાં મહિલા અધિકારીઓની એક કમિટી બની છે જે તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch