Mon,18 November 2024,3:54 am
Print
header

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને આવી ગયા મોટા સમાચાર, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ રાજ્યના 4 મહાનગરોમાં વધતા કોરોના(Corona) સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યૂ (Night curfew)ની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે. ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ફેલાયું છે હમણાથી દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19  સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તારીખ 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે કર્ફ્યૂ અમલમાં છે તે પણ આગામી તારીખ 15 એપ્રિલ-2021 સુધી યથાવત રાખવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યું થયાં છે. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે.એક્ટિવ કેસ 12263 થયા છે. જેમાંથી 147 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વડોદરામાં 1 મોત સાથે કુલ 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch