Sat,16 November 2024,4:00 pm
Print
header

Breaking News- કિશન ભરવાડની ફેસબુક પોસ્ટને કારણે થઇ હતી હત્યા, શબ્બીર અને ઇમ્તિયાઝની કબૂલાત- Gujarat Post

અમદાવાદઃ આખરે કલાકોમાં જ માલધારી યુવાન કિશન ભરવાડના હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યાં છે, ધંધૂકામાં અજંપાભરી સ્થિતી વચ્ચે પોલીસે અમદાવાદમાંથી શબ્બીર અને ઉમ્તિયાઝ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, આ આરોપીઓ સીસીટીવીમાં દેખાતા હતા, આરોપી શબ્બીરે ગોળીબાર કર્યો હતો અને ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો.

અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે આ મામલે માહિતી આપી છે.જણાવ્યું છે કે શબ્બીર ધંધુકાના મલવતવાડાનો અને ઇમ્તિયાઝ કોઠીફળી ધંધુકાનો રહેવાસી છે આ લોકોએ આ હત્યા માટે જમાલપુરમાં રહેતા મૌલાના ઐયુબ જાવરાવાલા સાથે મળેલા હતા, આ હત્યાને અંજામ આપ્યો હતો. મુંબઇના મૌલવી અને અમદાવાદના મૌલવી સાથે શબ્બીર શાહઆલમમાં મળ્યો હતો.

કિશન ભરવાડે કોઇ ધર્મની લાગણી દુભાય તેવી એક પોસ્ટ ફેસબુક પર મુકી હતી,ત્યાર બાદ આરોપીઓએ તેની હત્યા કરવાનું ષડયંત્ર કર્યું હતુ. શબ્બીર વિશે જાણવા મળ્યું છે કે તે પહેલાથી જ કટ્ટરવાદી ઇરાદા ધરાવતો શખ્સ છે. મુંબઇના મૌલવીના કહેવાથી જ તે જમાલપુરના મૌલવીને મળવા ગયો હતો. તે મુંબઇના મૌલવીના કટ્ટર વીડિયો પણ જોતો હતો અને તેની ઉશ્કેરણીને કારણે જ તેને આ હત્યા કરી છે, હત્યા માટે રિવોલ્વોર પણ મૌલવીએ જ અપાવી હતી, હજુ પણ આ કેસમાં મોટા ખુલાસા થશે. પોલીસ ઉપર સુધી તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch