Fack check: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બરેલીમાં મોહરમના જુલુસ દરમિયાન પાકિસ્તાન તરફી નારા લગાવવામાં આવ્યાં હતા. કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ યુવાનોએ વિસ્તારમાં શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં હતા. જો કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બે યુવાનોએ જાણી જોઈને 11 વર્ષના બાળક પાસે આ નારા લગાવડાવ્યાં હતા. મોહરમના જુલુસમાં ભાગ લેનારા મુસ્લિમોએ આવા નારા લગાવ્યાં હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી.
આ ઘટના 21 જૂન, 2026 ની છે. બરેલીના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં મોહરમના જુલુસ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવતા હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ યુઝર્સે આ વીડિયોને શેર કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે બરેલીમાં મુસ્લિમ યુવાનોએ આ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાં હતા.
પોલીસે શું કહ્યું ?
ઘટનાનો વીડિયો સામે આવ્યાં પછી, પોલીસે આ મામલાની તપાસ કરી અને એક અલગ જ વાસ્તવિકતા શોધી કાઢી. બરેલીના નવાબગંજ વિસ્તારના સર્કલ ઓફિસર (CO) એ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે આ ઘટના 21મી તારીખે બની હતી. વાયરલ વીડિયો - જેમાં ખાઈખેડા ગામમાં (હાફિઝગંજ પોલીસ સ્ટેશનની હદ હેઠળ) મોહરમના વખતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યાં હતા.તપાસમાં ખુલાસો થયો કે યોગેન્દ્ર પાલ અને ભુનેશ કુમારે એક બાળકને આ નારા લગાવવા માટે ઉશ્કેર્યા હતા. બંને વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.













