Sun,08 September 2024,7:07 am
Print
header

Fact Check News: અહીં મામલો દેશના વડાપ્રધાનનો છે, ગૃહમંત્રી અમિત શાહે એવું નથી કહ્યું કે વડાપ્રધાનની ડિગ્રી નકલી છે, વીડિયો એડિટ કરવામાં આવ્યો છે

ઉપરના ફોટોમાં એડિટ કરીને ખોટી માહિતી આપવામાં આવી છે, તે સત્ય નથી.

Fact Check: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણીના આ માહોલમાં નેતાઓના ભાષણો અને નિવેદનોના નાના-નાના ભાગો કાપીને અલગ કરવાથી નિવેદનનો અર્થ જ બદલાઈ જાય છે. ગૃહમંત્રી અમિત શાહનું આવું જ એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોની સાથેનો દાવો એવો છે કે અમિત શાહે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની ડિગ્રી નકલી જ છે. પરંતુ જ્યારે અમે તેની હકીકત તપાસી, ત્યારે વીડિયો એડિટ કરેલો હોવાનું બહાર આવ્યું અને દાવો નકલી નીકળ્યો.

Fact Check News: શું થઈ રહ્યું છે વાયરલ ?

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને kamil79991 નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયો 25 ઓક્ટોબર 2023ના રોજ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં કંઈ નથી લખવામાં આવ્યું પરંતુ વીડિયોની અંદર લખાણ મૂકવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે, મોદીજીની અભ્યાસની ડિગ્રીઓ નકલી છે. અમિત શાહે સત્ય સ્વીકાર્યું છે. આ વીડિયોમાં અમિત શાહના નિવેદનનો ખૂબ જ નાનો ભાગ બતાવવામાં આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યાં છે કે, વડાપ્રધાનની ડિગ્રીઓ નકલી છે...તે સાચી નથી.

આ ફોટો જે તે વખતે પીએમ મોદીની ડીગ્રી પરની પ્રેસ કોન્ફરન્સનો સાચો ફોટો છે.

ઇન્સ્ટાગ્રામ ઉપરાંત, Facebook અને X પર ઘણા વપરાશકર્તાઓ પણ લગભગ સમાન દાવા સાથે આ વીડિયો ક્લિપ શેર કરી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નકલી ડિગ્રીનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ભારે રાજકીય હંગામો જોવા મળ્યો હતો અને આ મામલે કોર્ટ સુધી પહોંચ્યો હતો.

Fact Check News: ગુજરાતપોસ્ટ ન્યૂઝે હકીકત તપાસી

જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે અમારી ફેક્ટ ચેકની ટીમે તેને ધ્યાનથી જોયો અને પછી અમને સમજાયું કે આ વીડિયો કોઇ રાજકીય પ્રચારના હેતુથી એડિટ કરવામાં આવ્યો છે. અમને એક વીડિયો મળ્યો જે ભારતીય જનતા પાર્ટીની અધિકૃત YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 7 વર્ષ જૂનો છે અને 9 મે 2016ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોનું શીર્ષક છે- (શ્રી અમિત શાહ અને શ્રી અરુણ જેટલીએ પીએમ મોદીની શૈક્ષણિક ડિગ્રીઓ જાહેર કરી: 9 મે 2016)

Fact Check News: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના આરોપો પછી 2016માં અમિત શાહે કરેલી પ્રેસ કોન્ફરન્સની સંપૂર્ણ ક્લિપ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહ અને ભાજપના દિવંગત નેતા અરુણ જેટલી જોવા મળી રહ્યાં છે. દરમિયાન શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની BA અને MAની ડિગ્રીઓ જાહેર કરી હતી અને શાહે અરવિંદ કેજરીવાલ પર જુઠ્ઠાણું ફેલાવવા માટે આકરા પ્રહારો કર્યાં હતા અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યાં હતા. ભારતીય જનતા પાર્ટીની આ 7 વર્ષ જૂની પ્રેસ કોન્ફરન્સના વીડિયોમાં અમને તે ભાગ પણ મળ્યો જ્યાંથી વાયરલ વીડિયોના અંશો લેવામાં આવ્યાં હતા.જેમાં અમિત શાહ કહેતા જોવા મળી રહ્યા છે કે, "વડાપ્રધાન મોદીની ડિગ્રીઓ નકલી છે.

Fact Check News: ગુગલની મદદથી પણ સત્યની શોધ કરવામાં આવી

જ્યારે અમે ગુગલ પર તેનાથી સંબંધિત સમાચાર શોધ્યા તો અમને NDTV તરફથી એક સમાચાર મળ્યાં, જેમાં આ પ્રેસ કોન્ફરન્સ વિશે લખ્યું હતું. આ સમાચાર 9 મે 2016ના રોજ પણ પ્રસિદ્ધ થયા હતા. લખવામાં આવ્યું કે અમિત શાહે કહ્યું છે કે, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારે પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે સ્પષ્ટતા આપવી પડી. છેલ્લા કેટલાક દિવસોથી અરવિંદ કેજરીવાલ પીએમની ડિગ્રીને લઈને જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે. તેમને પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે પીએમની ડિગ્રી નકલી છે. આજે હું તમને બધાને બતાવવા અને સ્પષ્ટ કરવા માંગુ છું કે આ બંને ડિગ્રી સાચી અને અધિકૃત છે. ત્યારે રાજકીય ફાયદો મેળવવા માટે આ વીડિયો સાથે ચેડાં કરીને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, દેશના વડાપ્રધાન જેવા મોટા પદે બેઠેલા નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch