Fact check: સોશિયલ મીડિયા પર એક એડિટ કરેલો ફોટો ફરતો થયો છે, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથેની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ડાઇનિંગ ટેબલને બદલે અલગ સોફા પર બેઠા છે. દાવો એ છે કે ખડગે દલિત હોવાથી રાહુલ ગાંધીના નાસ્તાના ટેબલથી અલગ બેઠા હતા.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમને મળ્યા હતા અને તેમની સાથે નાસ્તો કર્યો હતો. Gujaratpost ની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ ફોટો OpenAI ના AI ટૂલ્સનો ઉપયોગ કરીને સંપાદિત કરવામાં આવ્યો હતો. મલેશિયાના વડાપ્રધાન સાથેની મુલાકાતના મૂળ ફોટામાં મલ્લિકાર્જુન ખડગે સોફા પર દેખાતા નથી.
સોશિયલ મીડિયા પર શું વાયરલ થઈ રહ્યું છે ?
X અને Facebook જેવા પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓએ આ ફોટો શેર કર્યો છે, રાહુલ ગાંધીને નિશાન બનાવ્યાં છે અને લખ્યું છે કે, રાહુલ ગાંધીના નાસ્તાના ટેબલ પર દલિત નેતા મલ્લિકાર્જુન ખડગે માટે કોઈ સ્થાન નથી, જે દિવસ- રાત દલિત, દલિત બૂમો પાડતા રહે છે.















