Fack check: યુરોપ હાલમાં ભયંકર ગરમીનો (હીટવેવ) સામનો કરી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે અમુક સ્થળોએ તો રસ્તાઓ પણ પીગળી ગયા છે. તમે પણ આવા કેટલાક આશ્ચર્યજનક વીડિયો જોયા જ હશે.  એવા ઘણા વીડિયો વાયરલ થયા જેનો યુરોપ કે હીટવેવ (ભીષણ ગરમી) સાથે કોઈ જ સંબંધ નથી. 

વીડિયોમાં એક કારનું બોનેટ ફુગ્ગાની જેમ બહારની તરફ ફૂલેલું જોવા મળે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો નેધરલેન્ડનો છે અને ત્યાંની અતિશય ગરમીને કારણે કારની આવી હાલત થઈ છે.

હકીકત: આ વીડિયોની વાસ્તવિકતા એ છે કે તે ન તો તાજેતરનો છે કે ન તો યુરોપનો છે. આ વીડિયો ચીનનો છે અને 2025 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કાર પર દેખાતો મોટો પરપોટો વાહન ઓગળવાને કારણે બન્યો નથી. તે બોનેટ પર લગાવવામાં આવેલા વિનાઇલ રેપ ( પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ) ની નીચે ગેસ અને હવા એકઠા થવાને કારણે થયો હતો.