Fact Check: જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ સાથે સંબંધિત બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પહેલા વીડિયોમાં યુવક ભાજપ નેતાનો પુત્ર હોવાનો દાવો છે. બીજા વીડિયોમાં, ઉત્તર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર સોનમ વાંગચુકની ટીકા કરતો હોવાનો દાવો છે. આ વીડિયો વધુ શેર કરવામાં આવી રહ્યાં છે, જેમાં યુવાન પોતાના જ પિતાની ટીકા કરતો જોવા મળે છે. આ યુવાન ઉત્તર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રાજેશ યાદવનો પુત્ર હોવાનો દાવો છે.

GUJARATPOST ને જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે.વીડિયોમાં દેખાતો યુવાન કુણાલ ચૌધરી છે, જે પંજાબના લુધિયાણાનો રહેવાસી છે. કુણાલ ચૌધરી અને ઉપાધ્યક્ષ રાજેશ યાદવે પણ વાતચીતમાં વાયરલ દાવાને નકારી કાઢ્યો છે, એકબીજાને ઓળખવાનો ઇનકાર કર્યો છે.

NEET પેપર લીક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જંતર મંતર ખાતે 37 દિવસના CJP વિરોધ પ્રદર્શનમાં દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન, કેટલાક BJP નેતાઓના સંતાનોએ પણ વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હોવાના અહેવાલો બહાર આવ્યાં હતા. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે, પરંતુ તેને લગતા અનેક ખોટા વીડિયો હજુ પણ શેર થઇ રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર શું વાયરલ થઈ રહ્યું છે ?