FACT CHECK: નવી દિલ્હીના જંતર મંતરના રોધ પ્રદર્શનોને લગતા ભ્રામક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. તેમાં એક એવી ક્લિપ પણ શેર કરવામાં આવી રહી છે જેમાં લોકોનું ટોળું તલવારો લહેરાવતું જોવા મળે છે અને દાવો કરવામાં આવે છે કે આ દ્રશ્યો દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના છે. જો કે, આ દાવો ખોટો છે અને વાસ્તવમાં આ વીડિયો ઉત્તરાખંડનો છે, જ્યાં નિહંગ શીખો સાથેના વિવાદ બાદ હિમાચલ પ્રદેશના શીખ સમુદાયના લોકો ત્યાં પહોંચ્યા હતા.
19 જુલાઈ, 2026 ના રોજ ફેસબુક પર શેર કરવામાં આવેલી એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, દિલ્હીના જંતર- મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં નિહંગ શીખો સહિતના અનેક જૂથો આવી પહોંચ્યા છે. પોસ્ટ સાથેના નવ સેકન્ડના વીડિયોમાં કેટલાક લોકો હાથમાં તલવારો લઈને આગળ વધતા જોવા મળે છે, જ્યારે પોલીસકર્મીઓ પાછળ હટતા દેખાય છે.
વીડિયો પર લખેલું લખાણ આ મુજબ છે: હવે, જંતર-મંતર પર થશે હવે અસલી ખેલ
આ જ દાવો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો હતો. આ દાવો એવા સમયે વાયરલ થયો જ્યારે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં હજારો વિરોધકર્તાઓ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે નવી દિલ્હીમાં રસ્તા પર ઉતર્યાં હતા અને મંત્રીનું રાજીનામું લેવાઇ ગયું છે.













