Sat,16 November 2024,12:27 pm
Print
header

નકલી પાસપોર્ટ બનાવીને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, 4 સામે ગુનો દાખલ- Gujarat post

અત્યાર સુધીમાં એક પરિવાર માટે સવાથી દોઢ કરોડ રૂપિયા લેતા હતા

અમદાવાદ: રાજ્યમાં મોટા નકલી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવીને લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે નકલી પાસપોર્ટથી લોકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલાય રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ મામલે 4 સામે ગુનો દાખલ કર્યો છે. પાસપોર્ટ કૌભાંડ મહેસાણાના એજન્ટો દ્વારા આચરવામાં આવ્યું હતું. 

મહેસાણાના રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલ અમેરિકા જવા માંગતા હતા જેથી તેમના નામ બદલીને તેમને મોકલવાના હતા. પતિ પત્નીને બનાવી ખોટા નામ ધારણ કરાવી મેક્સિકો થઈ અમેરિકા મોકલવાનું કાવતરું પકડવામાં આવ્યું છે. પિતા પુત્ર હરેશ અને હાર્દિકે ગેરકાયદેસર વિદેશ મોકલવા પ્રયત્નો કર્યાં હતા. રજત ચાવડા પાસપોર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં એક પરિવાર માટે સવાથી દોઢ કરોડ રૂપિયા લેવાતા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં મોટા પાયે નકલી પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓએ અનેક નકલી પાસપોર્ટ બનાવ્યાં છે. આરોપીઓ જે લોકો પાસે પાસપોર્ટ ન હોય અથવા વિદેશ જવાની ઇચ્છા ધરાવતા હોય તેમના માટે નકલી પાસપોર્ટ બનાવી આપતા હતા. આ ટોળકીએ અનેક લોકોને વિદેશ સ્થાઇ થવા માટે નકલી પાસપોર્ટ બનાવી આપ્યાં હોવાનું અનુમાન છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch