Sat,23 November 2024,1:32 pm
Print
header

હમ આપ કે હૈ કૌન...ના પ્રસિદ્ધ ગાયિકા શારદા સિંહાનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હીઃ પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહા હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેમણે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની તબિયત લથડતા એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. શારદાને બિહારની નાઇટિંગેલ કહેવામાં આવતા હતા. શારદા સિંહા 72 વર્ષના હતા.

કાલે સાંજે તેમની તબિયત લથડી હતી

મંગળવારે મોડી સાંજથી શારદા સિંહાની તબિયત લથડવા લાગી હતી. સાંજથી કિડનીની તકલીફ વધી ગઈ હતી. તેમનું ક્રિએટિનાઇન પણ વધી ગયું હતું. તેમનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું હતું. વેન્ટિલેટર પર જ તેમનું મોત થયું હતું. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારો પણ મળ્યાં હતા.

છઠ પૂજામાં શારદાના પ્રખ્યાત ગીતો વગાડવામાં આવે છે

શારદા સિંહા છઠ તહેવાર દરમિયાન તેમના મનમોહક લોક પ્રદર્શન માટે જાણીતા હતા. છઠ પૂજામાં મોટે ભાગે શારદાના લોકગીતો વગાડવામાં આવે છે. 72 વર્ષીય શારદા સિંહા 2018 થી મલ્ટિપલ માયલોમા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) સામે લડી રહ્યાં હતા. હાલમાં તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.

પીએમ મોદીએ પરિવારના સભ્યોને મદદની ખાતરી આપી હતી

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત લોકગાયિકા શારદા સિહાના સ્વાસ્થ્ય વિશે તેમના પરિવાર પાસેથી માહિતી લીધી હતી. તેમણે પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમના પુત્ર અંશુમન સિંહાએ સોશિયલ મીડિયા દ્વારા તેની માતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી.

1970માં કરિયરની શરૂઆત કરી

શારદા બિહારના પરંપરાગત લોક સંગીતમાં તેમના યોગદાન અને તેમના પ્રતિષ્ઠિત છઠ ગીત માટે જાણીતા હતા, જે ભોજપુરી સમાજના લોકોના દિલ પર રાજ કરે છે. વર્ષોથી તેમનો અવાજ છઠ તહેવારનો પર્યાય બની ગયો છે. શારદા સિંહાની શાનદાર કારકિર્દી 1970ના દાયકામાં શરૂ થઈ હતી અને તેમને ભોજપુરી, મૈથિલી અને હિન્દી લોકસંગીતમાં રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી હતી.

2018માં પદ્મભૂષણ મળ્યો

હમ આપકે હૈ કૌન..! કા બાબુલ..! જેવા તેમના પ્રખ્યાત ગીતોથી તેમને પ્રશંસા મળી હતી. 2018 માં તેમની કલામાં યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ, ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે. તે જ વર્ષે શારદા સિન્હાના પતિનું પણ બ્રેઈન હેમરેજને કારણે અવસાન થયું હતું. આ વર્ષે બંનેએ તેમની 54મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch