Mon,18 November 2024,10:13 am
Print
header

બોસ્ટનમાં રહેતા NRIએ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન- ગણિત માટે ખાસ સોફ્ટવેર કર્યું તૈયાર

ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રીમાં સોફ્ટવેરનો લાભ મળશે, ગણતિ-વિજ્ઞાનના નબળા વિદ્યાર્થીઓને ફાયદો 

અમદાવાદઃ મૂળ અમદાવાદના અને હાલમાં અમેરિકાના બોસ્ટનમાં(USA bosten) રહેતા એનઆરઆઇ  (NRI) પંકજ શાહ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક અનોખુ સોફ્ટવેર લોંચ કરાશે. ધોરણ પાંચથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગણિત (mathes and soocnece) અને વિજ્ઞાનના વિષયની સમજ આપતુ ખાસ વીડિયો સોફ્ટવેર (softwar) તૈયાર કરવામાં આવી રહ્યું છે. તીર્થકર મહાવીર શ્રૃતિજ્ઞાન ટ્રસ્ટ અને ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ દ્વારા સોફ્ટવેરને લોકો સુધી પહોંચાડવામાં આવશે. પંકજભાઇએ જણાવ્યું કે તેઓ અમેરિકામાં રહે છે અને તેમને સતત લાગ્યા કરતુ હતુ કે ગુજરાતીઓ વેપાર ધંધામાં હોશિયાર છે. પરંતુ વિજ્ઞાન અને ગણિતના વિષયમાં નબળા હોવાને કારણે તેઓ એન્જિનીયરીંગ કે ટેકનીકલ ફિલ્ડમાં ધાર્યાં પ્રમાણે પરિણામો મેળવી શકતા નથી.ત્યારે ગણતિ અને વિજ્ઞાન વિષયમાં નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ આ સો્ફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.  જેમાં ધોરણ 5 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયમાં પાયાની સમજણથી માંડીને તે વિષયમાં હોશિયાર બનાવવાનો ધ્યેય છે.

આ સોફ્ટવેરથી અંગ્રેજી ભાષામાં શીખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સોફ્ટવેર વિના મુલ્યે આપવામા આવશે અથવા મોબાઇલ એપ્લીકેશન કે અન્ય સોશિયલ સાઇટ પર પણ મુકવામાં આવશે. આમ એક એનઆરઆઇએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક નવતર અભિગમ સાથે નવી શરુઆત કરી છે. જેને શિક્ષણ જગતના લોકો આવકારે છે. ખાસ કરીને કોરોનાની સ્થિતીમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર વિપરીત અસર પડી છે. ત્યારે ધીમે ધીમે તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાથી વિદ્યાર્થીઓને રાહત થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

 
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch