Tue,17 September 2024,5:03 pm
Print
header

કચ્છમાં લોકોને રહસ્યમય તાવની બિમારી, 4 બાળકો સહિત 12 લોકોનાં મોત

ભૂજ: કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભારે વરસાદ અને પૂરના પ્રકોપને પગલે રહસ્યમય તાવને કારણે 4 બાળકો સહિત 12 લોકોનાં મોત થયા છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યએ જણાવ્યું કે ડૉક્ટરો તાવની સારવાર કરી રહ્યાં છે, પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે.

અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ ન્યુમોનાઇટીસ છે. જો કે તેની પુષ્ટિ થઈ નથી. તાલુકામાં તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. H1N1, સ્વાઈન ફ્લૂ, ક્રિમિઅન-કોંગો ફીવર, મેલેરિયા, ડેન્ગ્યુના ભયને ધ્યાનમાં રાખીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.

મોત માટે ન્યુમોનાઇટીસ જવાબદાર હોવાનો અંદાજ

તે ચેપી રોગ હોવાનું જણાતું નથી. આ મોતનું મુખ્ય કારણ ન્યુમોનાઇટીસ હોવાનું માનવામાં આવે છે. આરોગ્ય વિભાગની 22 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહી છે.

તાવના કારણે 12 લોકોનાં મોત થયા

કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે 3 સપ્ટેમ્બરથી બેખડા, સનાંદ્રો, મોર્ગર અને ભરવંધ ગામમાં તાવને કારણે 12 લોકોનાં મોત થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch