Fri,15 November 2024,3:21 pm
Print
header

ત્રીજી વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2 થી હરાવ્યું - Gujarat Post

FIFA World Cup Final 2022: બે વખતના ચેમ્પિયન આર્જેન્ટિનાએ દોહાના લુસલ સ્ટેડિયમમાં રમાયેલી ફૂટબોલ વર્લ્ડકપ 2022ની રોમાંચક ફાઇનલ મેચમાં ફ્રાન્સને રોમાંચક અને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી પરાજય આપ્યો હતો. અગાઉ આર્જેન્ટીનાની ટીમ વર્ષ 1978 અને 1986માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચ એક્સ્ટ્રાટાઈમમાં 3-3થી બરોબરી પર રહી હતી. ફ્રાન્સના સુપરસ્ટાર એમ્બાપ્પેની હેટ્રિક પણ હતી, આ સાથે જ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમનાર લિયોનેલ મેસ્સીએ આ મેચમાં બે ગોલ કર્યાં હતા.

નિર્ધારિત 90 મિનિટમાં મેચ 2-2થી બરોબરી પર રહ્યાં બાદ ફ્રાન્સના એમ્બાપ્પેએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને મેચને 3-3થી બરોબરી પર લાવી દીધી હતી. તે તેનો હેટ્રિક ગોલ હતો. એક્સ્ટ્રાટાઇમના પ્રથમ હાફમાં પ્રથમ 15 મિનિટમાં પણ મેચ 2-2થી બરોબરી પર રહી હતી. ત્યાર બાદ બીજા હાફમાં આર્જેન્ટિનાએ ફરી એકવાર 3-2ની લીડ મેળવી લીધી હતી, જ્યારે આર્જેન્ટિના માટે આ ગોલ તેના સ્ટાર ખેલાડી મેસ્સીએ ફટકાર્યો હતો, જે મેચનો તેનો બીજો ગોલ હતો. મેસ્સીએ પ્રથમ ગોલ પેનલ્ટી દ્વારા કર્યો હતો. આ ગોલ બાદ લગભગ બધાએ આર્જેન્ટિનાની જીતને લગભગ નિશ્ચિત માની લીધી હતી, પરંતુ એક્સ્ટ્રાટાઇમ પૂરો થવાની લગભગ પાંચ મિનિટ અગાઉ એમ્બાપ્પેએ પેનલ્ટીને ગોલમાં ફેરવીને ફ્રાન્સને 3-3ની બરાબરી પર લાવી દીધું હતું. બાકીની પાંચ મિનિટમાં કોઈ ટીમ ગોલ ફટકારી શકી ન હતી અને મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી, જેમાં આર્જેન્ટીના 4-2થી જીતીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ. 

હાફ ટાઈમે આર્જેન્ટીનાએ ફ્રાન્સ સામે 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. રમતની 23મી મિનિટે લિયોનેલ મેસ્સીએ પેનલ્ટીને ગોલમાં ફેરવી આર્જેન્ટીનાને 1-0થી સરસાઈ અપાવી દીધી હતી બીજો ગોલ રમતની 36મી મિનિટે દિમરિયાએ ફટકાર્યો હતો. આ પછી આર્જેન્ટીનાએ ફ્રાન્સ સામે અનેક આક્રમણો કર્યાં હતા, જે પછી ફ્રાન્સના ખેલાડીઓની બોડી લેંગ્વેજ સાવ ફિક્કી પડી ગઈ હતી અને તેના ખેલાડીઓ બે ગોલ ખાધા બાદ મન અને શરીરથી સાવ ઉખડી ગયા હોય તેમ લાગતું હતુ.આર્જેન્ટીનાએ 59 ટકા બોલ પર કબ્જો જમાવ્યો હતો અને ફ્રેન્ચોએ 40 ટકા બોલ પર કબ્જો જમાવ્યો હતો. આર્જેન્ટિનામાંથી કુલ 291 અને ફ્રાન્સમાંથી 202 એમ કુલ 291 પાસ થયા હતા. આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં ગોલપોસ્ટ પર ત્રણ શોટ ફટકાર્યા હતા,તો ફ્રાન્સ પાસે એક પણ ગોલ ન હતો, પણ બીજા હાફમાં એમ્બાપ્પેએ ફ્રાન્સની બરોબરી કરતાં લગભગ 97 સેકન્ડના અંતરે બે ગોલ ફટકારીને ચાહકોમાં ઉત્સાહ જગાડ્યો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch