Sat,16 November 2024,7:56 am
Print
header

આવી રીતે રચાયું હતુ ષડયંત્ર, વન રક્ષક દળની પરીક્ષામાં 8 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ- Gujarat Post

મહેસાણાઃ ઉનાવા કથિત પેપર લિક કાંડમાં મોટી કાર્યવાહી કરાઇ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આક્ષેપો છે કે વન રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે, જો કે મહેસાણા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે આ વાતને ફગાવી દીધી છે, અને માત્ર કોપી કેસ હોવાનું કહ્યું છે, અન્ય કોઇ સેન્ટર પરથી તેમને પેપર લીકની કોઇ જ ફરિયાદ મળી નથી. આ મુદ્દે પોલીસે 8 લોકો સામે કેસ દાખલ કર્યો છે, જે લોકો કેટલાક નક્કિ કરેલા ઉમેદવારોને ફાયદો પહોંચાડી રહ્યાં હતા અને એક શિક્ષકની સંડોવણી સામે આવી છે.

8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ 

ચૌધરી રાજુ
ચૌધરી સુમિત 
ચૌધરી જગદીશ
ચૌધરી મૌલિક
ચૌધરી મનીષા
પટેલ ઘનશ્યામ
પટેલ અલ્પેશ
રવિ મકવાણા 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ, અલ્પેશ પટેલ ભેગા મળીને આ ષડયંત્ર રચ્યું હતુ. મોબાઈલથી પ્રશ્નપત્રના ફોટા પાડીને વોટસઅપથી પેપર મોકલ્યું હતુ અને જવાબો તૈયાર કર્યાં હતા તેમને ચૌધરી મૌલિક, ચૌધરી જગદીશ, ચૌધરી મનીષા અને રવિ મકવાણાને જવાબો આપ્યાં હતા. બાદમાં પેપર ડિલિટ કરીને જવાબો જેમાં હતા તે કાગળ સળગાવી દીધો હતો. આ મામલે ઓબ્ઝર્વર ડો.અંકિત પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુમિત ચૌધરી નામના આરોપીને સવારે 9 વાગ્યે  સ્કૂલના ધાબા પર બેસાડી દેવાયો હતો અને તેને પેપર સોલ્વ કરવાનું કામ અપાયું હતુ. શિક્ષક રાજુ ચૌધરીને મુખ્યસૂત્રધાર બતાવાયો છે, પટાવાળાએ ગેરહાજર પરીક્ષાર્થીના પેપરના ફોટો પાડીને રાજુ અને સુમિતને મોકલી આપ્યાં હતા. બાદમાં પાણી પીવા આવેલો રવિ મકવાણા રાજુને કોપી આપતા જોઈ ગયો હતો જેથી તેને પણ જવાબ આપવા પડ્યાં હતા. માયા ચૌધરીને પાસ કરાવવા સુપરવાઈઝર મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં વિસનગર ડીવાયએસપી અતુલ વાળંદને તપાસ સોંપાઇ છે.જો કે આ પરીક્ષા રદ્દ થશે નહીં કારણ કે અહીં માત્ર કોપી કેસ બન્યો છે.જેથી લાખો ઉમેદવારોએ હેરાન થવું પડશે નહીં, પોલીસ આ કેસની ઉંડી તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch