Sun,17 November 2024,12:24 am
Print
header

અમદાવાદઃ SG હાઇવે પર ગણેશ મેરિડીયનના 7 માં અને 8 માં માળે લાગેલી આગ કાબૂમાં

અમદાવાદઃ શહેરમાં આજના દિવસમાં આગ લાગવાની બીજી ઘટના સામે આવી છે. પહેલા રિલીફ રોડ પર આગની ઘટના બની હતી જ્યારે સાંજના સમયે SG હાઈવે પર આવેલા ગણેશ મેરિડીયનમાં આગ લાગી હતી. કારગિલ ક્રોસ રોડ પાસે આવેલી ગણેશ મેરિડીયન બિલ્ડીંગમાં આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરની ચાર ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઈ હતી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું સામે આવ્યું છે. આ કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે અંદર ઘણા લોકો ફસાયા હતા, આગથી બચવા છત પર લોકો જતા રહ્યાં હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને બચાવી લેવાયા છે.

અગાઉ પણ ગણેશ મેરિડીયનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ગણેશ મેરિડીયનમાં આગ લાગી હોય. મળેલી માહિતી પ્રમાણે ગણેશ મેરિડીયનના સી-બ્લોકના સાતમાં અને આઠમાં માળે આગ લાગી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch