Sat,16 November 2024,5:58 pm
Print
header

અમદાવાદની હયાત હોટલ પાસે 3 રાઉન્ડ ફાયરિંગ કરી આંગડિયાકર્મી પાસેથી 16 લાખની લૂંટમાં ત્રણ ઝડપાયા- Gujarat post

અમદાવાદઃ ઇન્કમટેક્સ હયાત હોટલ પાસે 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી, ડીસાથી બસમાં નીકળેલા ત્રણ અલગ-અલગ આંગડિયા પેઢીના કર્મચારીઓ ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલી બેગ સાથે અમદાવાદ આવ્યા હતા. રતનપોરમાં આવેલી અલગ-અલગ ત્રણ આંગડિયા પેઢી કે અશ્વિન, માધવ મગન અને મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ થયું હતું.

લૂંટારૂઓ રૂપિયા ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા. જો કે ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આંગડિયા પેઢીના સંચાલકોએ બેગમાં GPS ટ્રેકર લગાવેલા હોવાથી તેઓ કોતરપુર પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી,તેમને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે લુટારુંઓની પૂછપરછ આદરી છે. રૂ.8 લાખ રોકડ અને રૂ. 18 લાખની ચાંદીની લૂંટ ચલાવી હતી.

બનાવ સંદર્ભે જાણવા મળતી માહિતી મુજબ મોડી સાંજે ડીસાથી આવતી બસમાં રોકડ રૂપિયા અને ચાંદીની લગડીઓ લઈને આંગડિયા પેઢીના કર્મચારી અમદાવાદ પહોંચ્યાં હતા. ઇન્કમટેક્સ નજીક હયાત હોટલ પાસે ઓવર બ્રિજ નજીક આંગડિયા પેઢીનો કર્મચારી જેવો બસમાંથી ઊતર્યો કે તરત જ તેની રાહ જોઇને બેઠેલા હોય તેમ 3 શખ્સોએ તેના ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આંગડિયા પેઢીના કર્મચારીના પગ ઉપર ગોળી વાગી તેમ છતાં તે બેગ લઈને ભાગ્યો હતો પરંતુ લૂંટારુઓએ તેના હાથમાંથી બેગ ઝૂંટવી લીધી હતી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. તરફ ઇજાગ્રસ્ત આંગડિયા પેઢીનો કર્મચારી બચાવો-બચાવોની બૂમો પાડતા નજીકમાં મારુતિ નેક્સા શોરૂમ તરફ ભાગ્યો હતો. લોકોનું ટોળું એકત્રિત થઇ જતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch