Sun,17 November 2024,3:00 am
Print
header

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને લઈને રાજ્ય સરકારે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો વધુ વિગતો

રાજ્ય સરકારની ગાઇડલાઇનનું કરવું પડશે પાલન

ગાંધીનગરઃ દિવાળીના તહેવારને થોડા જ દિવસો બાકી છે. તે પહેલા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડયું છે. વિદેશથી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડા ફોડવાના સમય અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે 2 કલાકના સમયગાળા માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે.10 વાગ્યા પછી ફટાકડા ફોડી શકાશે નહીં.

ગુજરાત સરકારના જાહેરનામા મુજબ, ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય તમામ પ્રકારના ફટાકડા અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળીના તહેવારોમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, જો કે બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch