Sun,17 November 2024,7:01 pm
Print
header

Delta Plus Variant: મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થયું હોવાનો રિપોર્ટ

ભોપાલઃ દેશમાં કોરોનામાં હવે ડેલ્ટા પ્લસ વેરિયંટના કેસ જોવા મળી રહ્યાં છે. ઈન્ડિયા ટુડેમાં પબ્લિશ થયેલા રિપોર્ટ પ્રમાણે એક વ્યક્તિનું આ વેરિયંટથી મોત થઇ ગયું છે અને હાલ રાજ્યમાં આવા પાંચ કેસ સામે આવ્યાં છે જે પૈકી ચાર લોકો સાજા થઈ ગયા છે. મૃતકના પતિને પણ કોરોના થયો હતો તેના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યાં હોવાનો અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વેરિયંટથી મૃતકનું ગત મહિનાની 23મી તારીખે મોત થયું હોવાનું પણ જણાવાયું છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ભલે ધીમી પડી હોય પણ સંક્રમણનો દર યથાવત છે. દેશમાં ફરી એક વખત 50 હજારથી વધુ કેસ સામે આવ્યાં છ. સ્વાસ્થ્ય મંત્રાલયના અંતિમ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 54059 નવા કેસ આવ્યાં છે અને 1321 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં કુલ કોરોનાના કુલ કેસ 3 કરોડ 82 હજાર 778, કુલ ડિસ્ચાર્જ 2 કરોડ 90 લાખ 63 હજાર 740 થયા છે.હાલ એક્ટિવ કેસની સંખ્યા  6 લાખ 27 હજાર 57 છે. દેશમાં કોરનાથી કુલ 3 લાખ 91 હજાર 981 લોકોના મોત થયા છે. સતત 42માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા કરતાં રિકવરી થયેલ કેસની સંખ્યા વધારે છે. 23 જૂન સુધી દેશભરમાં 30 કરોડ 16 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch