Sat,16 November 2024,7:52 am
Print
header

ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યાનો AAPનો દાવો ! વન રક્ષકની ચાલુ પરીક્ષાએ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ- Gujarat post

મહેસાણા SP એ પેપર ફૂટ્યાંની વાતને ગણાવી અફવા 

પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો

વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું

મહેસાણાઃ ભાજપ સરકારના રાજમાં રાજ્યમાં પેપર ફૂટવાનો સિલસિલો યથાવત હોવાના આરોપ લાગ્યા છે. ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યાં છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા, 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો.પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો.

ગુજરાતમાં સરકારી ભરતીની જાહેરાતો આવે છે. લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે અને પરીક્ષા આપે તે દિવસે જ સમાચાર આવે છે કે પેપર ફૂટ્યુ છે અને પછી પરીક્ષા રદ થાય છે. ફરી નવેસરથી પરીક્ષા લેવાની કાર્યવાહી થાય છે. લાખો ઉમેદવારો નિરાશ થાય છે. ગુજરાતમાં ભાજપના રાજમાં આ સિલસિલો ચાલી રહ્યો હોવાનું આમ આદમી પાર્ટીનું કહેવું છે.

આજે વન રક્ષક- વર્ગ 3 ની કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. ર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી અને આજે લેવાઇ હતી.

અગાઉ હેડ કલાર્ક, તલાટી, ચીફ ઓફિસર, લોકરક્ષક દળ સહિતની પરીક્ષાઓના પેપર ફૂટી ગયા હતા,હવે ફરીથી ભાજપના રાજમાં સરકારી નોકરી વાચ્છુક લાખો ઉમેદવારો નિરાશ દેખાઇ રહ્યાં છે. પેપર ફૂટવાની આશંકા પર AAP પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે ભાજપ સરકાર પર પ્રહાર કરીને કહ્યું છે કે આ લોકોના રાજમાં હવે પેપર ફૂટવાની ઘટનાઓ સામાન્ય થઇ ગઇ છે. સરકારે ઢાંકણીમાં પાણી લઇને ડૂબી મરવું જોઇએ. ગોપાલ ઇટાલીયાએ ભાજપના નિષ્ફળતા સામે બળાપો ઠાલવ્યો છે.

જો કે મહેસાણા SP પાર્થરાજસિંહ ગોહિલે પેપર ફૂટ્યાંની વાતનો ઇનકાર કરીને કહ્યું છે કે આ માત્ર કેટલાક જ ઉમેદવારોને ફાયદો કરાવવાનું ષડયંત્ર હતું, માત્ર પેપરનો ફોટો પડાયો હતો, અન્ય કોઇ સેન્ટરમાં પેપર ફૂટ્યાંની વાત માત્ર અફવા છે અને આ કેસમાં 6 જેટલા લોકોની પૂછપરછ થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch