Sat,16 November 2024,7:44 am
Print
header

Big News- શું પરીક્ષા રદ્દ કરાશે ? વન રક્ષકનું પેપર ફૂ્ટી ગયાના મજબૂત પુરાવા યુવરાજસિંહે રજૂ કર્યાં- Gujarat Post

શું વન રક્ષકની પરીક્ષા રદ્દ કરાશે ? 

લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરાયાના આરોપ 

આપ નેતા યુવરાજસિંહે આપ્યાં પુરાવા 

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે, એક પછી એક પરીક્ષાઓના પેપરો લીક થઇ રહ્યાં છે, આપ નેતા યુવરાજસિંહે વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટી ગયાના મજબૂત પુરાવા મીડિયા સામે રજૂ કર્યાં છે, તેમને વ્હોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં જે પેપર ફરી રહ્યું હતુ તેના પુરાવા રજૂ કર્યાં છે, જેમાં ભાવનગરના પાલિતાણાના એક કોચિંગ સેન્ટરમાંથી પેપર ફરતુ થયું હોવાનું કહ્યું છે.
અને આ પુરાવા મુખ્યમંત્રીને પણ આપવામાં આવશે. 

ચાલુ પરીક્ષામાં પેપર સોશિયલ મીડિયામાં ફરી રહ્યું હતુ

શું કરી રહી છે ભાજપ સરકાર ? 

યુવરાજસિંહે આપેલા પુરાવામાં ચાલુ પરીક્ષાએ પેપેર લિક થયાનું સાબિત થઇ રહ્યું છે, જો સરકાર આ મામલે તપાસ નહીં કરે તો લાખો ઉમેદવારોને અન્યાય થશે, તે નક્કિ છે. અગાઉ મહેસાણા- ઉંઝાના ઉનાવામાં પેપર લિક થયાના આરોપ હતા જો કે સરકારે આ કોપી કેસ હોવાનું કહ્યું હતુ અને 8 લોકોની ધરપકડ કરી હતી, જો કે હવે યુવરાજસિંહે તો પુરાવા જ આપી દીધા છે, કહ્યું છે કે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિસ્તારમાંથી જ પેપર લિક થયું છે. યુવરાજસિંહે લાખો વિદ્યાર્થીઓના હિતમાં ન્યાયની માંગ કરી છે.

યુવરાજસિંહ સાથે આવેલા ઉમેદવારોએ ન્યાયની માંગ કરતા પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે અને ભાજપ સરકાર સામે આક્રોશ ઢાલવ્યો છે કહ્યું કે વારંવાર સરકારી ભરતીના પેપરો ફૂટી જાય છે અને સરકાર કંઇ જ કરી રહી નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch