Wed,13 November 2024,12:30 pm
Print
header

PAK ના પૂર્વ પીએમ ઈમરાન ખાનને 3 વર્ષની સજા, કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈમરાન ખાનને તોશાખાના કેસમાં જિલ્લા-સેશન કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં તેમને ત્રણ વર્ષની સજા થઈ છે. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે ઈમરાન ખાનને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

પાકિસ્તાનના કાયદા અનુસાર, વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેમણે તેની કિંમત જેટલી રકમ ચૂકવવી પડે છે. આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે, તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ખાન પર આરોપ છે કે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સ્ટેટ ડિપોઝિટરી, તોશાખાનામાંથી ડિસ્કાઉન્ટ કિંમતે મળેલી મોંઘી ગ્રાફ કાંડા ઘડિયાળો સહિતની ભેટો ખરીદી હતી અને તેને નફા માટે વેચી હતી.

ઈમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોશાખાનામાં જમા કરવામાં આવી હતી. ઈમરાન ખાને તેમને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદી અને પછી મોંઘા ભાવે બજારમાં વેચી દીધા. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.આ કેસમાં હવે તેમની સામે કાયદાનો સકંજો કસાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch