Sat,16 November 2024,5:18 am
Print
header

ક્રિકેટ જગતમાં શોક, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્રયુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન- Gujarat Post

(file photo)

ઓસ્ટ્રેલિયાને 2003 અને 2007માં વર્લ્ડકપ વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન હતું

સાયમન્ડ્સની ગણના શાનદાર ઓલરાઉન્ડરમાં થતી હતી

આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચુક્યો છે

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેઓ 46 વર્ષના હતા.આ દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ક્રિકેટ જગતની હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહી છે.  એન્ડ્ર્યુ સાયમન્ડ્સની ફોર્ડ રેન્જર કાર શનિવારે રાત્રે અકસ્માતનો શિકાર બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સાયમન્ડ્સને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન એન્ડ્ર્યુ સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી.

એન્ડ્રુ સાયમન્ડ્સના નિધનથી તેના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. ક્વીન્સલેન્ડ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે હરવે રેન્જમાં બની હતી. કાર વધુ સ્પીડને કારણે રોડ પર પલટી ગઈ હતી. અકસ્માત એલિસ નદી પરના પુલ પાસે થયો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. હોસ્પિટલના તબીબોએ તેમને બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ સફળતા મળી ન હતી.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે 46 વર્ષીય સાયમન્ડ્સના નિધન પર ટ્વિટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક છે. સાયમન્ડ્સ પહેલા ઓસ્ટ્રેલિયાના રોડ માર્શ અને શેન વોર્નનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું.

સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે કુલ 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 40.61ની એવરેજથી 1462 રન, વનડેમાં 39.44ની એવરેજથી 5088 રન અને ટી20માં 48.14ની એવરેજથી 337 રન બનાવ્યાં છે. આ સિવાય સાયમન્ડ્સે ટેસ્ટમાં 24 વિકેટ, વનડેમાં 133 વિકેટ અને ટી20માં આઠ વિકેટ ઝડપી હતી. તેમણે 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાયમન્ડ્સે 39 IPL મેચોમાં પણ ભાગ લીધો હતો. તેમના નામે 36.07ની એવરેજ અને 129.87ની સ્ટ્રાઈક રેટથી 974 રન છે. આ સિવાય સાયમન્ડ્સે લીગમાં 20 વિકેટ પણ લીધી હતી. સાયમન્ડ્સ આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch