Thu,19 September 2024,11:00 am
Print
header

જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખે હપ્તાખોરી કરી, ભાજપથી નારાજ જવાહર ચાવડાનો પીએમ મોદીને પત્ર

જૂનાગઢઃ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખીને જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પર સનસનીખેજ આક્ષેપો લગાવ્યાં છે. તેમને કહ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખના રાજમાં હપ્તાખોરી થઇ છે.

આ પત્રમાં તેમને લખ્યું છે કે સત્યનો હંમેશા વિજય થાય છે, આ કથા છે જૂનાગઢ શહેરની 9 વર્ષની વ્યથાની, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ અપવાદ છે.

ચાવડાએ લખ્યું કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે, તેઓ સત્તાનો દુરઉપયોગ કરી રહ્યાં છે.એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે, 1. જિલ્લા પ્રમુખ 2. બેન્કમાં પ્રમુખ ૩. માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે). બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યું, 1. તાલાળા 2. વિસાવદર 3. જૂનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે.

આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે. કેટલાક તો એક સાથે ભોગવ્યા અને વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમસીમા વટાવી છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો કનુભાઈ ભાલાળા, ઠાકરશીભાઈ જાવિયા, માધાભાઈ બોરીચાએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતાં તમારી સમક્ષ આ વાત પહોંચી નથી, ક્યાંક કોઇ રહેમ નજર હેઠળ દબાઇ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષ ભાજપે પણ નીચું જોવુ પડે છે.

પત્રમાં લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે અમારે કયા મોઢે જવું જોઇએ ? પ્રજાનો સામનો કેમ કરવો ?

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch