ન્યૂયોર્કઃ અમેરિકાના ઇતિહાસમાં આજે કંઇક એવું થવા જઇ રહ્યું છે જે આજ સુધી બન્યું નથી.અમેરિકામાં કોઈ પણ પ્રકારના અપરાધિક કેસમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ કે પૂર્વ રાષ્ટ્રપતિ પર કેસ ચાલ્યો નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેમની સામે કેસ ચાલી છે. વર્ષ 2016ની પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને બંને વચ્ચેના સંબંધોને લઇને ચૂપ રહેવા માટે ડોલર ચૂકવ્યાં હતા. અમેરિકાના કાયદામાં તેને ગુનો ગણવામાં આવે છે.
ટ્રમ્પે પોતાનો બચાવ કર્યો હતો
કોર્ટમાં સુનાવણી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નિર્દોષ જાહેર કર્યાં છે. તેમણે કહ્યું કે હું દોષી નથી. હેરાફેરીના 34 કેસ ખોટા છે. જો કે તેમની સામે પુરાવા છે.
ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી
આ કેસની સુનાવણી માટે મૈનહટ્ટન કોર્ટ સંકુલ પહોંચતા જ ડોનાલ્ડ ટ્રમ્પે આત્મસમર્પણ કરી દીધું હતું, જે બાદ ન્યૂયોર્ક પોલીસે તેમની ધરપકડ કરી હતી. હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે,જે કેસમાં ટ્રમ્પ પર આરોપ લાગ્યો છે તેમાં ટ્રમ્પને ચાર વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે જ તેમના પર મોટો દંડ પણ લગાવી શકાય છે. જો કે સજા સંભળાવ્યાં બાદ પણ તે હજુ પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે.
ટ્રમ્પ ટાવરથી લઈને કોર્ટ સુધી 35 હજાર પોલીસકર્મી તૈનાત
ટ્રમ્પને ભારતીય સમય અનુસાર રાત્રે 11.45 વાગ્યે મૈનહટ્ટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.આ પહેલા શહેરમાં હજારો પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. કોર્ટમાં હાજર થતા પહેલા શહેરમાં ટ્રમ્પ સમર્થકોનો જમાવડો થયો હતો.ન્યૂયોર્ક પોલીસે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય તે માટે ટ્રમ્પ ટાવરથી મૈનહટ્ટન કોર્ટ સુધી લગભગ 35,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યાં છે. હવે તેમની સજા પર સૌ કોઇની નજર છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37