Sat,21 September 2024,5:58 am
Print
header

ઝિમ્બાબ્વેના ક્રિકેટ સ્ટાર હીથ સ્ટ્રીકના મોતની વાત સાબિત થઇ અફવા, તેઓ કરી રહ્યાં છે કેન્સરનો સામનો

ઝિમ્બાબ્વેઃ 23 ઓગસ્ટની સવાર ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર લઈને આવી હોવાનું એક ટ્વીટ થયું હતુ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ 12 વર્ષ સુધી, એક અનુભવી જેમને પોતાની કેપ્ટન્સીથી સૌથી મોટી ટીમોને હચમચાવી દીધી હતી અને IPLમાં ગુજરાત લાયન્સ અને KKR જેવી ટીમોને કોચિંગ આપ્યું હતુ, તેઓનું 49 વર્ષની ઉંમરમાં નિધન થયું હોવાના પહેલા અહેવાલ આવ્યાંં હતા. ઝિમ્બાબ્વેના ઓલ-ટાઈમ સ્ટાર અને ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું કેન્સર સાથે લાંબી લડાઈ બાદ અવસાન થયું હોવાના અહેવાલ ખોટા છે. તેમના સાથી ક્રિકેટર હેનરી ઓલોંગાએ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી આપી હતી.

પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખતા ઓલોંગાએ કહ્યું હતુ કે એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યાં છે કે હીથ સ્ટ્રીકે હવે આ દુનિયા છોડી દીધી છે. તેમને ઓલોંગાએ સ્ટ્રીકને ઝિમ્બાબ્વેના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડરોમાંના એક તરીકે પણ વર્ણવ્યું હતું. તેમને લખ્યું હતુ કે આ મારું સૌભાગ્ય હતું કે મને તેમની સાથે રમવાનો મોકો મળ્યો હતો. તેમને ક્રિકેટના સ્વરમાં તેમના ભૂતપૂર્વ સાથી ખેલાડીને અંતિમ વિદાય આપી અને લખ્યું મારો બોલિંગ સ્પેલ પૂરો થશે ત્યારે બીજા છેડે ફરી મળીશું. જો કે આ વાત માત્ર અફવા છે અને આ મહાન ક્રિકેટર જીવતા છે.

સ્ટ્રીકની ક્રિકેટ કારકિર્દી

સ્ટ્રીકે 1993માં પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.અહીં તેમને એક પણ વિકેટ મળી ન હતી.તે પછી રાવલપિંડીમાં તેમની બીજી ટેસ્ટમાં સ્ટ્રીકે 8 વિકેટ લઈને ક્રિકેટ જગતમાં દસ્તક આપી હતી. આજે તેમનું નામ ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. 2000 થી 2004 સુધી તે કેપ્ટન હતા, ઝિમ્બાબ્વે ટીમ એક ખતરનાક ટીમ બની ગઈ હતી, જે કોઈ પણ ટીમને હરાવવાની શક્તિ ધરાવતી હતી.તેમને પોતાની કારકિર્દીમાં 65 ટેસ્ટ અને 189 વન-ડે રમી હતી. તેમના નામે 216 ટેસ્ટ અને 239 વનડે વિકેટ હતી. તે એક શાનદાર ઓલરાઉન્ડર હતા અને તેથી જ તેમને ટેસ્ટમાં 1990 રન અને વનડેમાં 2943 રન બનાવ્યાં છે. તેમની એકમાત્ર આંતરરાષ્ટ્રીય સદી વેસ્ટ ઈન્ડિઝ સામે હરારે ટેસ્ટમાં આવી હતી.

હીથ સ્ટ્રીકે 2005માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે પછી તે કાઉન્ટી તરફ વળ્યાં હતા.તેમને વોરવિકશાયર સાથે બે વર્ષનો કરાર કર્યો.પરંતુ તેમના ખરાબ ફોર્મને કારણે 2006માં તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2007માં તે ઈન્ડિયન ક્રિકેટ લીગ, આઈસીએલમાં જોડાયા. આ પછી તેની ઈન્ટરનેશનલ ક્રિકેટર કારકિર્દી થંભી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ તે કોચિંગ તરફ વળ્યા હતા. તેઓ ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ જેવી આંતરરાષ્ટ્રીય ટીમો સાથે રહ્યાં હતા. આઈપીએલમાં પણ તેમને ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને તાલીમ આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch