Sat,21 September 2024,6:11 am
Print
header

ફ્રાન્સમાં વિકલાંગોના હોલિડે હોમમાં લાગી આગ, 11 લોકોનાં મોત થતા હાહાકાર

ફ્રાન્સઃ હોલિડે હોમમાં લાગેલી આગમાં 11 લોકોનાં મોત થઇ ગયા છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના 80 જેટલા જવાનોને હોલિડે હોમમાં મોકલવામાં આવ્યાં હતા.પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.  11 લોકોનાં મોત થઇ ગયા હતા અને બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હજુ બે લોકો લાપતા છે.ફ્રાન્સમાં બુધવારે દિવ્યાંગો માટેના હોલિડે હાઉસમાં આગ લાગી હતી. આ અંગે બચાવ કામગીરીના વડાએ આ માહિતી આપી હતી. ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને એક ટ્વિટ સંદેશમાં જણાવ્યું કે તેઓ ઘટના સ્થળે ગયા છે. હૌટ-રિન પ્રદેશના સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું કે વિન્ટઝેનહેમ શહેરમાં લગભગ 6.30 વાગ્યે એક નિવૃત્તિ ગૃહમાં આગ ફાટી નીકળ્યાં બાદ 17 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં હતા. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

રાષ્ટ્રપતિ મેક્રોને દુઃખ વ્યક્ત કર્યું, આ સંદેશ આપ્યો

ફ્રાન્સના ફાયર વિભાગે ચાર ફાયર એન્જિન સાથે 76 જવાનોને ઘટનાસ્થળે તૈનાત કર્યાં હતા, જેમણે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ ઘટના પર ટ્વીટ કરીને કહ્યું મારી લાગણી મૃતકો, ઘાયલો અને તેમના પરિવારો સાથે છે. અમારા સુરક્ષા દળો અને કટોકટી સેવાઓનો આભાર.

ઉત્તર અલ્જીરિયામાં પણ ભીષણ આગ લાગી હતી

આ પહેલા ઉત્તર અલ્જીરિયાના જંગલો અને પહાડી વિસ્તારોમાં પણ આગ ભભૂકી હતી. આ આગે આસપાસના ગામો અને શહેરોને પણ લપેટમાં લીધી હતી. આગમાં 34 લોકોના મોત થયા હતા, જેમાંથી 23 દરિયા કાંઠાના બેજિયા વિસ્તારના હતા. ગૃહ મંત્રાલયે કહ્યું કે 80 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે આગથી સૌથી વધુ અસરગ્રસ્ત બેજૈયામાં માર્યાં ગયેલા લોકોમાં બચાવ અભિયાન દરમિયાન આગની ઝપેટમાં આવેલા 10 સૈનિકોનો સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch