Sat,16 November 2024,1:58 am
Print
header

10 વર્ષમાં નરહરિ અમીનથી હાર્દિક પટેલ સુધી આ દિગ્ગજ કોંગી નેતાઓ રંગાયા ભગવા રંગમાં- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવાથી મંત્રીપદ મળતું હોવાની નેતાઓની માન્યતા છે
  • વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના હજુ કેટલાક નેતાઓ ભાજપમાં સામેલ થવાની શક્યતા

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે.છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં નરહરિ અમીનથી લઈને હાર્દિક પટેલ સુધીના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

નરહરિ અમીન કે જેઓ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ નરહરિ અમીન રાજ્યસભાના સાંસદ બન્યાં.વિઠ્ઠલ રાદડિયા 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં હતા. લીલાધર વાઘેલા 2012 કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં. લીલાધર વાઘેલા પાટણના સાંસદ ભાજપમાંથી બન્યા.પરબત પટેલ 2012મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. પરબત પટેલ રાજયકક્ષાના મંત્રી બન્યાં કે જેઓ હાલ બનાસકાંઠાના સાંસદ છે.

પરિવારની લડાઈમાં પૂનમ માડમે 2012માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બાદમાં તેઓ ભાજપમાં ગયા અને 2014 અને 2019માં બે ટર્મથી સાંસદ છે. દેવુંસિંહ ચૌહાણ 2007મા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં. અમૂલના રામસિંહ પરમાર 2017મા ભાજપમાં જોડાયા. હાલ રામસિંહ પરમાર અમુલના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં અને પેટા ચૂંટણી જીતી કેબિનેટ મંત્રી બન્યાં.રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યાં અને પેટા ચૂંટણીમાં જીત મેળવીને રૂપાણી સરકારમાં મંત્રી બન્યાં હતા.

રાજ્ય સભાની ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલ, કમશી પટેલ અને બળવંતસિંહ રાજપૂત પક્ષ વિરુદ્ધ મતદાન કરીને કોંગ્રેસ છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. કમશી પટેલના પુત્ર કનુ પટેલ સાણંદના MLA બન્યાં, 2017માં તેજશ્રીબેન વિરમગામ બેઠક ભાજપની ચૂંટણી લડ્યા અને હાર્યાં હતા.બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે

રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ,  જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી  પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું.જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા  ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યાં. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હીથી ભાજપમાં જોડાયા. 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઇ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા.ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક બીજા નેતાઓ પણ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch