Sun,17 November 2024,4:02 pm
Print
header

જાણો આજે ગુરુવારે કઇ કઇ જગ્યાએ કોરોના વેક્સીનેશન કરવામાં આવશે?

ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ સ્થળોએ 18 વર્ષથી ઉપરના લોકોને પહેલા ડોઝ આપવામાં આવશે

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સ્થળ પર જ કરવામાં આવશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વેક્સીનેશન પર  ભાર મુકવામાં આવી રહ્યો છે

અમદાવાદઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે વેક્સીનેશન જરૂરી છે. સરકારે વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવી છે. જો કે હજુ પણ વેક્સીનનો મર્યાદિત સ્ટોક આવતો હોવાને કારણે ધાર્યુ પરિણામ મળી શકતુ નથી. ગુરુવારે ગાંધીનગર, કલોલ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી સહિત સાત વિધાનસભાના વિસ્તારોમાં વેક્સીનેશનનું આયોજન કરાયું છે. 

ગાંધીનગરમાં સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાવા, કમ્યુનિટી સેન્ટર કલોલ, કલોલ તાલુકાના મોકાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીનેશન યોજવામાં આવશે. અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં વસ્ત્રાપુર કમ્યુનિટી હોલ, પંડિત દિનદયાલ હોલ બોડકદેવ, નવદીપ પોલ નારણપુરા, જ્યોતીરામ કમ્યુનિટી હોલ નવા વાડજ,  કામેશ્વર શિક્ષણ સંકુલ સેટેલાઇટ, વેજલપુર શાળા નંબર 2, સાબરમતી ખાતે આવેલા રુક્ષમણી ભાવસાર હોલ, રાણીપ કમ્યુનિટી હોલ, સાણંદમાં કન્યા શાળા નંબર 2, સાણંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝોલાપુર ગામ, સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાવળામાં આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીનેશનનું આયોજન કરાયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch