Sun,17 November 2024,6:11 pm
Print
header

રૂ 50 કરોડનું બજેટ, ગાંધીનગર કોબા હાઇવે પર પણ હવે ફ્લાય ઓવર બ્રીજનું થશે નિર્માણ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિધ્ધાંતિક મંજૂરી આપી, કોબા ગાંધીનગર સૌથી વ્યસ્ત માર્ગ પૈકીનો એક માર્ગ

રૂપિયા 50 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવશે

ગાંધીનગર-કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પાસે રૂપિયા 50 કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવશે આ નવા ફલાય ઓવર માટેની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી છે.

ગાંધીનગરઃ અમદાવાદ જવાના માર્ગ પર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાય ઓવર બ્રિજ બાંધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરથી અમદાવાદ જવા માટેના કોબા સર્કલવાળા માર્ગ થઈને અમદાવાદના વિવિધ વિસ્તાર તેમજ એરપોર્ટ જવા માટેનો મુખ્યમાર્ગ હોવાથી આ માર્ગ પર દિવસે દિવસે વાહનોની અવરજવર વધતી જાય છે. ગાંધીનગર-કોબા માર્ગ પર ન્યૂ ગાંધીનગરનો વિકાસ થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે ગાંધીનગર- કોબા રોડ પર પી.ડી.પી.યુ જંકશન પર નવો ફ્લાયઓવર બાંધવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ના. મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તક પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બાંધવા માટે 50 કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપવામાં આવી છે. જેનું કામ પુરૂ થયા પછી લાખો મુસાફરોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને બે શહેરો વચ્ચેનો અવરજવરનો સમય પણ બચશે. નોંધનિય છે કે હાલમાં જ એસજી હાઇવે પર ત્રણ ઓવર બ્રિજ ખુલ્લા મુકાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch