Fri,15 November 2024,12:22 pm
Print
header

CBI એ સપાટો બોલાવી દીધો, ગાંધીધામ CGST ના આસિસ્ટન્ટ કમિશનર અને તેમના પત્ની વિરુદ્ધ કરોડોની બેનામી સંપત્તિ મામલે દાખલ કર્યો ગુનો

મોંઘીદાટ ઘડિયાળો અને ડોલર જપ્ત કરાયા 

સગા-સંબંધીઓના નામે પણ વસાવી પ્રોપર્ટી 

ગાંધીધામઃ સીબીઆઇએ ભ્રષ્ટાચાર મામલે મોટી કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા લાંચ કેસમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની ધરપકડ બાદ હવે ગાંધીધામના સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી અને તેમના પત્ની વિરુદ્ધ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતને લઇને ગુનો દાખલ કરાયો છે. વર્ષ 2017 થી 2021 દરમિયાન તેમને અંદાજે 3 કરોડ 72 લાખ રૂપિયાની બેનામી સંપત્તિ વસાવી હોવાનું સામે આવ્યું છે.

બીજા અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો 

સીબીઆઇના નિશાને હજુ કેટલાક અધિકારીઓ 

આ કેસમાં ગુજરાત અને રાજસ્થાનમાં ચૌધરી સાથે જોડાયેલા ઠેકાણાંઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 42  લાખ રૂપિયાની રોકડ મળી હોવાનું સામે આવ્યું છે , સીબીઆઇની જુદી જુદી ટીમો હજુ પણ તપાસ કરી રહી છે. 

અગાઉ આ અધિકારી સામે અનેક ફરિયાદો થઇ હોવાની ચર્ચાઓ 

સીબીઆઇને મળી હતી કરોડો રૂપિયાની સંપત્તિની વિગતો 

ચૌધરીના અમદાવાદના બોડકદેવમાં આવેલા લક્ઝુરિયર્સ ફ્લેટ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે, જ્યાંથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યાં છે, સાથે જ લાખો રૂપિયાની  રોકડ જપ્ત થયાનું જાણવા મળ્યું છે. સીબીઆઇના અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ચૌધરી સાથે જોડાયેલા વહીવટદારોની ધરપકડના ભણકાર વાગી રહ્યાં છે. આ અધિકારીએ અગાઉ અમદાવાદમાં નોકરી કરીને કરોડો રૂપિયાના તોડ કર્યાં હોવાનું પણ ચર્ચાંઇ રહ્યું છે. ગુનો દાખલ થયા પછી સીબીઆઇ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. હજુ આ તપાસમાં નવી માહિતી સામે આવશે તે નક્કિ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch