Sun,17 November 2024,12:09 am
Print
header

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 9 થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં કર્યો ફેરફાર

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરાયો છે. ધોરણ 9 થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પૂછવામાં આવશે. જનરલ પ્રશ્નોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. સાથે જ વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાથી ઘટાડીને 70 ટકા પૂછવામાં આવશે. નોંધનિય છે કે 29.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો છે.  વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ ફેરફાર કરાયો છે.કોરોનાની સ્થિતિને લઇને આ નિર્ણય આ વર્ષ માટે અમલી બનશે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર શિક્ષણને પડી છે.વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ન રહે તે માટે શિક્ષણ વિભાગે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch