Mon,18 November 2024,4:00 am
Print
header

7 માસના ગર્ભવતી નાણાં વિભાગના ક્લાસ-2 અધિકારીનું કોરોનાથી મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે મોતનો આંકડો પણ ઉપર જઇ રહ્યો છે ગઇકાલે નવા 8 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા હતા હવે નાંણા વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ-2 મહિલા અધિકારી કોરોનાનો ભોગ બન્યાં છે. મૃતક શ્વેતાબેન મહેતા 7 મહિનાના ગર્ભવતી હતી બે મહિના પછી તેઓ માતા બનવાના હતા તેમને કોરોનાનું સંક્રમણ લાગતા તેઓનું નિધન થયું છે. તેમના વિભાગના અન્ય કર્મચારીઓ પણ આ સમાચારથી સ્તબ્ધ થઇ ગયા છે. 

ગાંધીનગરમાં સચિવાલયમાં અનેક કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યાં છે સીએમ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને કોરોના થયો છે, આજે સર્કિટ હાઉસમાં 17 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અનેક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ રાજધાની ગાંધીનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે લોકોને પણ અપીલ છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરજો અને ભીડવાળી જગ્યાઓએ ન જતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch