• અનેક જૂના ચહેરાઓને રિપીટ કર્યા
  • બાકી રહેલા 12 ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર થશે
  • 11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મનપા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલી આ યાદીમાં પક્ષ દ્વારા અનેક અગ્રણી અને જૂના ઉમેદવારો પર પુનઃ વિશ્વાસ વ્યક્ત કરી તેમને ટિકિટ ફાળવવામાં આવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપે વિવિધ 11 વોર્ડ માટે કુલ 32 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. પાર્ટી સંગઠન દ્વારા લાંબી વિચારણા અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ યાદી આખરી કરવામાં આવી છે. મનપાની કુલ બેઠકો પૈકી હજુ ૧૨ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, જેની ઘોષણા પક્ષ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને ભવ્ય વિજય માટે શુભકામનાઓ. pic.twitter.com/kGfZlQ9lnT

— BJP Gujarat (@BJP4Gujarat) September 25, 2026