Sun,17 November 2024,4:24 pm
Print
header

માસૂમનો શું વાંક ! ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં 5 મહિનાની સૂતેલી બાળકી પર ટ્રેકટર ફરી વળ્યું

ગાંધીનગરઃ રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં બાળકીને સુવડાવી માતા-પિતા કામ કરી રહ્યાં હતા, જ્યાં 5 મહિનાની બાળકી પર ટ્રેકટર ફરી વળતાં તેનું મોત નિપજ્યું છે. માટીના પુરાણનું કામ ચાલતું હોવાથી ત્યાં પાસે જ બાળકીને સુવડાવી હતી. ત્યાં જ આ ઘટના બની હતી. અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો છે. સેક્ટર 7 પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર પાસે પંચ તારક લીલા હોટલનું કામ ચાલી રહ્યું હોવાથી હોટલના પ્લોટમાં 5 મહિનાની દિકરીને સુવડાવી માતા-પિતા કામ કરી રહ્યાં હતા. પોતાની બાળકી પાસે ટ્રેકટર આવતું જોઈને માતા-પિતાએ ચાલકને બૂમો પાડીને રોકવાની કોશિશ કરી હતી. પણ કાનમાં ઈયરફોન લગાવ્યાં હોવાથી તેને સાંભળ્યું ન હતું. બાળકી પર ટ્રેકટર ફેરવી દેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રેકટર ચાલકની બેદરકારીના કારણે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

ગાંધીનગરનાં સેકટર 3- ડી સાઈ બાબા મંદિર પાસે કાચા છાપરામાં રહેતા ચિરાગ સંઘાડા તેના ભાઈ સાથે માટી લેવલિંગની મજૂરી કામ કરે છે. આ દંપતીને સંતાનમાં 5 મહિનાની એક દિકરી હતી. જેનું નામ પ્રિયાંશી હતું. પોતાની નજર સમક્ષ જ દીકરી પરથી ટ્રેકટરનું ટાયર ફરી વળતાં દંપતી ચોધાર આંસુએ રડવા લાગ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch