Sun,17 November 2024,5:11 am
Print
header

આ છે શિવાંશની અસલી માતા, જાણો કેમ સચિનને સોંપી દીધો હતો પોતાનો પુત્ર ?

ગાંધીનગરઃ પેથાપુરમાંથી મળી આવેલા બાળક શિવાંશને લઈને મોટો ખુલાસો થયો છે. શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું બહાર આવ્યું છે. તેણે જ શિવાંશને સચિનને સોંપી દીધો હતો. અચાનક પુત્ર મળતાં તે મૂંઝાઈ ગયો હતો, ગૌશાળા નજીક તરછોડી દીધો હતો.

શિવાંશની માતા મહેંદી હાલ ગાયબ છે. પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. તેની સાથે કોઈ અનિચ્છનિય ઘટના તો નથી બની ને તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાં મુજબ, સચિન દીક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે મહેંદી નામની યુવતીના પરિચયમાં આવ્યો હતો, જે બાદ બંને વચ્ચે બે વર્ષ સંબંધ રહ્યાં હતા અને પછી શિવાંશનો જન્મ થયો હતો. સચિન સાથે ઘરકંકાસને કારણે કંટાળીને શિવાંશને સોંપી દીધો હતો. મહેંદી સતત સચિનને લગ્ન કરવા દબાણ કરતી હતી પરંતુ તે તૈયાર થતો ન હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch