Thu,31 October 2024,4:51 pm
Print
header

મોદીએ કહ્યું વિશ્વની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં ભારતનો નંબર હશે, અંબાણીએ મોદીના વખાણ કર્યાં, અદાણી-ટાટા પણ કરશે કરોડો રૂપિયાનું રોકાણ

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક ઉદ્યોગપતિઓએ હાજરી આપીને ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, મંચ ઉપર ઉપસ્થિત પીએમ મોદીએ હુંકાર કરતા કહ્યું કે થોડા સમયમાં ભારતનું વિશ્વની સૌથી મોટી ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન હશે, આ મારી ગેરંટી છે. આજે આપણે દુનિયામાં પાંચમાં સ્થાને છીએ અને ત્રીજા સ્થાને ઝડપથી આવી જઇશું. મોદીએ યુએઇ સાથે ભારતના મજબૂત સંબંધોની વાત કરતા દુનિયાને રોકાણ માટે આમંત્રણ આપ્યું.

મોદીએ કહ્યું કે ભારતમાં 1 લાખ 15 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ

આપણે હજુ અનેક નવા રેકોર્ડ બનાવવાના છે

રિલાયન્સના મુકેશ અંબાણીએ કર્યાં મોદીના વખાણ

રિલાયન્સના મુકેશ અંબાણીએ કહ્યું કે મારા મિત્રો પૂછે છે મોદી હૈ તો મુમકીન હૈ....નો શું અર્થ થાય તો અંબાણીએ કહ્યું કે મોદીનું વિઝન છે અને તેઓ કહે છે તે કરી બતાવે છે, તેઓ અશક્યને શક્ય બનાવે છે. સાથે જ અંબાણીએ કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે, આજે દુનિયા મોદીની વાત સાંભળે છે, મોદી આપણા ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે.

ટાટા ગ્રુપની મોટી જાહેરાત, રોજગારી વધશે

અહીં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન જણાવ્યું કે ટાટા જૂથ ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે અને બે મહિનામાં સાણંદમાં લિથિયમ-આયન બેટરીના ઉત્પાદન માટે 20 ગીગાવોટની ફેક્ટરી પણ શરૂ કરાશે, જે માટે કરોડો રૂપિયાનું રોકાણ કરાશે.

અદાણી ગ્રુપ કરોડો રૂપિયાનું રોકાણ કરશે, 1 લાખ લોકોને નવી રોજગારી મળશે

મોદીના ખાસ મિત્ર ગૌતમ અદાણીએ ગુજરાતમાં વધારે રોકાણ કરવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરીશું, કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક તૈયાર કરીશું અને  1 લાખ કરતા વધુ લોકોને રોજગારી આપીશું. આ સમિટમાં PayTM એ મોટી જાહેરાત કરી છે અને ગિફ્ટ સિટીમાં રૂ.100 કરોડનું રોકાણ કરશે તેમ જણાવ્યું છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch