સુરેન્દ્રનગરઃ એક મહિલા પર સામૂહિક બળાત્કારનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગયેલી એક મહિલાને શુદ્ધિકરણના નામે ત્રાસ આપવામાં આવ્યો હતો. પ્રેમીને મહિલાનું પેશાબ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને બંનેને દોરડાથી બાંધીને અશ્લીલ કૃત્યો કરવામાં આવ્યાં હતા. મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ સમગ્ર ઘટના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો જોયા પછી પોલીસે આ મામલાની નોંધ લીધી હતી અને મહિલાને શોધી કાઢી હતી. આ ઘટનામાં તેના પતિ અને બે અન્ય મહિલાઓ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી.
પોલીસના જણાવ્યાં અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામની ત્રણ બાળકોની માતા થોડા દિવસ પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તેઓ રાજકોટ અને વાપી થઈને ચોટીલા પરત ફર્યા હતા, ત્યારે ગામ લોકોએ તેમને પકડી લીધા હતા, ઝાડ સાથે બાંધીને તેમની સાથે અમાનવીય કૃત્યો કર્યા હતા.
પોલીસ જણાવ્યું કે મહિલાએ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પોલીસે સમાજના સભ્યો સાથે વાત કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મહિલાને સુરક્ષા પૂરી પાડી છે. અને આરોપીઓ સામે ગેંગરેપ, બંધક બનાવવા અને ઈજા પહોંચાડવા સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.













