Sun,17 November 2024,3:17 am
Print
header

ઘાટલોડિયા દંપતિ હત્યા કેસઃ પૌત્રીએ પાછું નિવેદન બદલતા પોલીસ મૂંઝવણમાં

ધનતેરસના દિવસે થઇ હતી ક્રૂર રીતે હત્યા

અમદાવાદઃ શહેરમાં ધનતેરસના દિવસે વૃદ્ધ દંપતિની ક્રૂર રીતે હત્યા કરી નાખવાના કેસમાં પોલીસે તપાસ તેજ બનાવી છે, મૃતક દંપતિ સાથે રહેતી પૌત્રીએ હવે તેનું નિવેદન બદલી નાખ્યું છે, પહેલા કહ્યું હતુ કે હત્યાના સમયે તે રિવરફ્રન્ટ પર મિત્ર સાથે સાયકલિંગ કરવા ગઇ હતી તેને આ કેસની કંઇ ખબર જ નથી, હવે કહ્યું કે તે મિત્રો સાથે ડિનર કરવા ગઇ હતી, પૌત્રીએ ઘર છોડ્યાના અડધા કલાકમાં જ અહીં ખુની ખેલ ખેલાયો હતો. 

આ કેસમાં પોલીસે અત્યાર સુધી 40 લોકોના નિવેદન લીધા છે, પોલીસને ઘરઘાટી પર શંકા છે પરંતુ પૌત્રીના બદલાતા નિવેદનોથી પોલીસ મૂંઝવણમાં છે. ઘાટલોડિયાના 
પારસમણી એપાર્ટમેન્ટમાં લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતિની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. દંપતિનો પુત્ર અડાલજમાં રહેતો હતો, મૃતક દયાનંદ સાનભરા અને તેમના પત્ની વિજયાલક્ષ્મી પૌત્રી સાથે આ ફ્લેટમાં રહેતા હતા.પોલીસને હજુ સુધી આ કેસમાં કોઇ મહત્વની કડી મળી નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch